ભોપાલમાં એક વીડિયો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશની રાજનીતિમાં અટકળોનું બજાર ગરમાયુ છે. એક એવી તસવીર લોકોને પાંચ વર્ષ બાદ જવા મળી છે જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહનો હાથ પકડી જ્યોતિરાદિત્ય સિંધિયા લઈ જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમાયુ છે.
વાસ્તવમાં, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં એક ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. આ શાળા ભોપાલના રતિબાડ વિસ્તારમાં છે. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ તેમની પત્ની સાથે હાજર હતા. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સ્ટેજ પર બેઠા હતા. પછી તેમની નજર સામેની ખુરશી પર પડી, જ્યાં દિગ્વિજય સિંહ બેઠા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા સ્ટેજ પરથી નીચે આવે છે અને દિગ્વિજય સિંહ તરફ આગળ વધે છે.
દિગ્વિજય સિંહની નજીક જઈ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલા હાથ જોડીને તેમનું સ્વાગત કર્યુ. આ પછી, તેઓ તેમને હાથ પકડીને સ્ટેજ પર લઈ જાય છે. આ ક્ષણ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કાર્યક્રમમાં હાજર મીડિયાકર્મીઓના કેમેરા તેમની તરફ ફેરવાય જાય છે.
મધ્યપ્રદેશના રાજકારણમાં પાંચ વર્ષ પછી આવું દ્રશ્ય જોવા મળ્યું છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ એક સાથે જોવા મળ્યા છે. માર્ચ 2020 માં, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. આ પછી 22 ધારાસભ્યો પણ ગયા અને કમલનાથની સરકાર પડી ગઈ. તે સમયે દિગ્વિજય સિંહ ખુલ્લેઆમ જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કરી રહ્યા હતા. તેમના પુત્ર જયવર્ધન સિંહ પણ ગ્વાલિયર-ચંબલમાં ચૂંટણીના પ્રભારી હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ખુલ્લેઆમ તેમના પર હુમલો કરી રહ્યા હતા. પરંતુ હાલ જે તસવીર સામે આવી છે તેને રાજકારણનીસુખદ તસવીર માનવામાં આવી રહી છે.
ખરેખર, આ સિંધિયાએ દિગ્વિજયસિંહ સામે દર્શાવેલા આ આદર વિશે ઘણી રાજકીય અટકળો ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા કેટલાય ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં અસહજ અનુભવી રહ્યા છે. ભૂતકાળમાં, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે પણ તેમનું નામ લીધા વિના તેમના પર હુમલો કર્યો હતો. કેટલાક નેતાઓ શ્રેય લેવામાં વ્યસ્ત છે કે તેમણે તે કરી બતાવ્યું છે. તે જ સમયે, સિંધિયા પણ હવે ગ્વાલિયરથી દૂર રહે છે અને તેમના સંસદીય મતવિસ્તાર પર વધુ ધ્યાન આપે છે.
નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા મહારાજ છે અને દિગ્વિજય સિંહ રાજા સાહેબ છે. રાઘોગઢ એક સમયે સિંધિયાના સામ્રાજ્ય હેઠળ આવતું હતું. દિગ્વિજય સિંહ ગ્વાલિયર રાજના જાગીરદાર રહી ચૂક્યા છે. જોકે, રાજકારણમાં શરૂઆતથી જ બંને પરિવારો વચ્ચે દુશ્મનાવટ રહી છે.
Published On - 5:45 pm, Fri, 8 August 25