School Reopening: આવતીકાલથી યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

|

Feb 06, 2022 | 6:27 PM

દેશમાં કોરોનાના કેસોમાં (Corona Cases) સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ શાળા ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. જેમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

School Reopening: આવતીકાલથી યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન
School Reopening (File Photo)

Follow us on

દેશમાં કોરોનાના કેસોમાં (Corona Cases) સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ શાળા ફરીથી ખોલવાનો (School Reopening) નિર્ણય લીધો છે. જેમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહાર, યુપી અને દિલ્હીમાં આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી છે તો નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે. જ્યારે યુપીમાં, અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ સોમવારથી તમામ માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો ખોલવાના આદેશો જાહેર કર્યા છે. દેશભરમાં કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખીને ઝારખંડ, રાજસ્થાન, પુણે, ઉત્તરાખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

યુપીમાં 9મીથી 12મી સુધીની શાળાઓ ખુલશે

કોરોના વાયરસ બાદ હવે રાજ્ય સરકારે સોમવારથી ધોરણ 9થી 12 સુધી તમામ માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો  ખોલવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી અહીં ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, પરંતુ હવે કોરોના પ્રોટોકોલને અનુસરીને ફિઝિકલ ક્લાસ શરૂ કરવામાં આવશે.

હાલ ધોરણ 1 થી ધોરણ 8 સુધીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે સોમવારથી કોવિડ પ્રોટોકોલ સાથે ધોરણ 9 થી 12 સુધીની તમામ શાળાઓ અને ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

બિહારમાં શાળાઓ ખુલશે

બિહારના સીએમ નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે. સંક્રમણની સ્થિતિમાં સુધારાને જોતા શાળાઓ ખોલવામાં આવશે. હવે ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે જ્યારે ધોરણ 9 અને તેનાથી ઉપરની તમામ શાળાઓ અને કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 100 ટકા હાજરી સાથે ખોલી શકશે.

આવતીકાલથી દિલ્હીમાં શાળાઓ ખુલશે

દિલ્હીમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે પરંતુ તે તબક્કાવાર ખોલવામાં આવશે. એટલે કે, તમામ વર્ગો માટે, શાળાઓ એક સાથે ખોલવાને બદલે એક પછી એક ખોલવામાં આવશે. તેનાથી શાળાઓમાં ભીડ ઓછી થશે. સૌ પ્રથમ, 7 ફેબ્રુઆરીથી ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ ખુલશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ 14 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે.

 

આ પણ વાંચો : UP Election 2022: પીએમ મોદીએ કહ્યું- આજે યુપીની દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરતી નથી, બીજેપીના શાસનમાં ગુનેગારો થરથર કાંપી રહ્યા છે

આ પણ વાંચો : Punjab: રાહુલ ગાંધીની મોટી જાહેરાત- ચરણજીત સિંહ ચન્ની હશે પંજાબમાં કોંગ્રેસના CMનો ચહેરો

Next Article