જેલમાં નહીં મળે ઉપવાસ માટેનું સ્પેશ્યિલ ફૂડ, સત્યેન્દ્ર જૈનની અરજી રદ

|

Nov 26, 2022 | 10:19 PM

તેમની અરજીમાં એવો પણ આરોપ લગવવામાં આવ્યો હતો કે 31 મેથી તેઓ જૈન મંદિરમાં દર્શન માટે નથી જઈ શક્યા. જૈન ધર્મના સાચા અનુપાલક હોવાથી તેઓ ઉપવાસ કરે છે પણ તેમને જેલમાં દાળ, અનાજ અને દુધના બનેલી સામગ્રી આપવામાં આવતી નથી.

જેલમાં નહીં મળે ઉપવાસ માટેનું સ્પેશ્યિલ ફૂડ, સત્યેન્દ્ર જૈનની અરજી રદ
Satyendra Jain
Image Credit source: File photo

Follow us on

તિહાડ જેલમાં બંધ દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનની એક અરજી કોર્ટે હાલમાં રદ્દ કરી છે. ધાર્મિક આસ્થાના આધાર પર જેલમાં સ્પેશ્યિલ ફૂડ આપવાનો અનુરોધ કરી અર્જીને રાઉજ એવેન્યૂ કોર્ટે રદ્દ કરી છે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલે આ કેસમાં કાર્યવાહી કરતા જેલ અધિકારીઓ ઝડપથી મંત્રીનું મેડિકલ ચેકઅપ કરે તેવા પર નિર્દેશ પણ આપ્યા છે. સત્યેન્દ્ર જૈન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને જેલમાં સામાન્ય ભોજન અને ચિકિત્સાની સુવિધા આપવામાં આવતી નથી.

તેમની અરજીમાં એવો પણ આરોપ લગવવામાં આવ્યો હતો કે 31 મેથી તેઓ જૈન મંદિરમાં દર્શન માટે નથી જઈ શક્યા. જૈન ધર્મના સાચા અનુપાલક હોવાથી તેઓ ઉપવાસ કરે છે પણ તેમને જેલમાં દાળ, અનાજ અને દુધના બનેલી સામગ્રી આપવામાં આવતી નથી. મંત્રી એ પોતાના ધર્મના પાલન કરવા માટે આ અરજી કરી હતી. તેમના આ ઉપવાસ માટે સ્પેશિય ફૂડ આપવાની અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સત્યેન્દ્ર જૈનની જેલમાં VIP ટ્રિટમેન્ટ

 

તેનો મસાજ કરતી વખતે પહેલો વીડિયો વાયરલ થયો હતો. બીજા વીડિયોમાં તે જેલની બહાર ખાવાનું ખાતો જોવા મળ્યો હતો. હવે ત્રીજા વીડિયોમાં રાત્રે આઠ વાગ્યે મંત્રીની સાથે જેલ અધિક્ષકની હાજરી જોવા મળે છે.

19 નવેમ્બરના રોજ મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયેલ સત્યેન્દ્ર જૈન અને કેટલાક કેદીઓ પાસેથી મસાજ મેળવતા દર્શાવતો વીડિયો સામે આવ્યા બાદ તિહાર જેલ પ્રભાવશાળી કેદીઓને આપવામાં આવતી વીઆઈપી સુવિધાઓ અંગેના વિવાદના કેન્દ્રમાં છે. માલિશ કરનાર કેદીને પાછળથી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો.

વિવિધ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ એક જૂનો વીડિયો છે, જેના પર કાર્યવાહી થઈ ચૂકી છે અને તત્કાલિન જેલ અધિક્ષક અજીત કુમાર સહિત સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લીક કરવામાં આવ્યો હતો, જેણે સત્યેન્દ્ર જૈન સામે તેની તપાસના ભાગ રૂપે તેને મેળવ્યો હતો.

Next Article