WITT: બિઝનેશને મળશે નવી ઉંચાઇઓનો દ્રષ્ટીકોણ, News 9 ની સમિટમાં થશે ચર્ચા

દેશના સૌથી મોટા નંબર-1 ન્યુઝ નેટવર્ક TV9 ના સૌથી સ્પેશિયલ ઈવેન્ટ What India Thinks Todayની બીજી સીઝન શરુ થઈ રહી છે. રવિવાર એટલે કે 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યુ છે. PM નરેન્દ્ર મોદી સહિત આ ઇવેન્ટમાં અલગ અલગ ફીલ્ડ સાથે જોડાયેલ હસ્તીઓ સામેલ થનાર છે. આ વખતે ઈવેન્ટની આયોજન થીમ India: Poised For The Next Big Leap છે.

WITT: બિઝનેશને મળશે નવી ઉંચાઇઓનો દ્રષ્ટીકોણ, News 9 ની સમિટમાં થશે ચર્ચા
નવી ઉંચાઇઓનો દ્રષ્ટીકોણ
| Edited By: | Updated on: Feb 25, 2024 | 12:27 PM

વિશ્વમાં ભારત સૌથી મોટું બિઝનેશ કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે. ભારત પાસે સૌથી મોટો કન્ઝ્યૂમર બેઝ છે અને જેને લઈને જ ભારત સૌથી મોટા બિઝનેશ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યુ છે. વિશ્વભરની કંપનીઓ ભારતમાં બિઝનેશ કરવા માટે ઈચ્છુક નજર આવી રહી છે. ભારત સરકાર પણ આ માટે સતત અલગ અલગ સ્તરે પ્રયાસો કરે છે. જોકે આ દરમિયાન એ પણ સવાલો થઇ રહ્યા છે કે, આવનારા સમયમાં બિઝનેશ કેન્દ્ર બનવા માટે કેવા પ્રકારના પડકારોને પાર પાડવા પડશેં? આ સવાલનો જવાબ આપવા માટે અને પોતાનો મત રજૂ કરવા માટે દેશના નંબર-1 ન્યુઝ નેટર્વક દ્વારા આયોજીત What India Thinks Today સંમેલનમાં શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કોર્પોરેશનના મેનેજિંગ પાર્ટનર પલ્લવી શ્રોફ અને ટીમલીજ સર્વિસિસ લિમીટેડના કો-ફાઉન્ડર રિતુપર્ણા ચક્રવર્તી આવી રહ્યા છે.

What India Thinks Todayની આ બીજી સિઝન શરુ થઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આ મહાસંમેલનમાં અનેક હસ્તીઓ એક સાથે જ મંચ પર ઉપસ્થિત હશે. અનેક જાણીતા વેંચર કેપિટલિસ્ટ, CA, કંપનીઓના CEO અને ચેરમેન સહિતની હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પલ્લવી શ્રોફ, શાર્દુલ અમરચંદના મેનેજિંગ પાર્ટનર

શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીમાં પલ્લવી શ્રોફ મેનેજિંગ પાર્ટનર છે. પલ્લવી શ્રોફ ફર્મમાં ડિસ્પ્યૂટ સોલ્યૂશનના પ્રમુખ છે. શ્રોફ કોમ્પિટિશન લો પ્રેક્ટિસના મુખ્ય સલાહકાર પણ છે. પલ્લવી શ્રોફ 2015 માં મેનેજિંગ પાર્ટનર તરીકે અમરચંદ મંગળદાસ એન્ડ કંપનીમાં જોડાયા ત્યારથી, ભારતની અગ્રણી ફૂલ સર્વિસ લો ફર્મ તરીકે કંપનીની સ્થિતિને વધુ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પલ્લવી શ્રોફે મહિલાઓ માટે ઘણી વિશેષ પહેલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પલ્લવી શ્રોફ વધુ સારી વર્ક કલ્ચર પ્રદાન કરવા સાથે કામમાં સમયની પાબંધીઓમાંથી મુક્તિ અપાવવાનો સમાવેશ થાય છે.

રિતુપર્ણા ચક્રવર્તી, ટીમલીઝના સહ-સ્થાપક

ભારતની ટોચની માનવ સંસાધન સેવાઓમાંની એક કંપની ટીમલીઝ સર્વિસિસના સહ-સ્થાપક ઋતુપર્ણા ચક્રવર્તી છે. “પુટિંગ ઈન્ડિયા ટુ વર્ક” ના દ્રષ્ટિકોણ સાથે, કંપની યુવા વર્કરોને ઔપચારિક નોકરીઓ મેળવવા સક્ષમ બનાવે છે. જેથી તેઓ સુરક્ષિત વેતન, સામાજિક સુરક્ષા અને આરોગ્ય સંભાળનો આનંદ માણી શકે. રિતુપર્ણા ચક્રવર્તી લોકોને લેબલ લો વિશે માહિતગાર કરવા અને તેમના અધિકારોનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાણીતી છે. તેમના પ્રયાસો દ્વારા, ટીમલીઝે 30,000 ટ્રેનર્સને રોજગારી આપી છે. જેઓ પાસે ટકાઉ કારકિર્દી સાથે આગળ વધવાની તક છે.

 

Published On - 12:09 pm, Sun, 25 February 24