કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે ત્રીજું હથિયાર, આવતા અઠવાડિયેથી મળશે Sputnik V વેક્સિન

|

May 13, 2021 | 6:05 PM

દેશમાં ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે ત્રીજું હથિયાર, આવતા અઠવાડિયેથી મળશે Sputnik V વેક્સિન
FILE PHOTO

Follow us on

ભારતમાં કોરોના વાયસરની બીજી લહેરનો કહેર શરૂ છે. આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વિરૂદ્ધની લડાઈમાં ભારતમાં રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. હાલમાં ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ આ બે રસી ઉપલબ્ધ છે. કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે હવે ત્રીજું હથિયાર આવવાનું છે. ભારતમાં આવતા અઠવાડિયેથી કોરોનાની ત્રીજી વેક્સિન Sputnik V મળશે.

આવતા અઠવાડિયેથી મળશે Sputnik V
ભારતમાં આવતા અઠવાડિયેથી રશિયન વેક્સિન Sputnik V ઉપલબ્ધ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે કરી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ડો.બલરામ ભાર્ગવ ICMR અને નીતિ આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે હાજર રહ્યા હતા.ડો. વી.કે.પૌલે જણાવ્યું હતું કે રશિયન COVID-19 રસી સ્પુટનિક-વી ભારત આવી રહી છે અને તેનું વેચાણ આગામી અઠવાડિયાથી શરૂ થશે. આગામી પાંચ મહિનામાં ભારતમાં સ્પુટનિક-વીના 2 અબજ ડોઝ મળશે. દેશી અને વિદેશી બંને રસીથી ભારતમાં રસીકરણ અભિયાનને વેગ મળશે. ભારતમાં ઓક્ટોબર સુધીમાં સ્પુટનિક-વીનું ઉત્પાદન થવાનું શરૂ થઈ જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતમાં હવે વેક્સિનની અછત નહી ઉભી થાય
રશિયન વેક્સિન Sputnik V ની જાહેરાત કરવાની સાથે મંત્રાલયે કહ્યું કે સરકારની આ નીતિ અને આંકડાઓને લીધે રસી અછતનું સંકટ સર્જાશે તેવી કોઈ શંકા હોવી જોઈએ નહીં. દરેકને રસી આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યોને રસીકરણ અંગે સ્વાયતતાની જરૂર હતી, જે હવે કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. ભારતમાં WHO તરફથી મંજૂરી આપવામાં આવેલી દરેક રસીની આયાત કરવાની મંજુરી આપવામાં આવશે. આયાત લાઇસેંસ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. દેશના લોકો અને રાજ્યોની માંગ અને જરૂરિયાત અંગે આ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

દેશમાં 5 મહિનામાં રસીના 216 કરોડ ડોઝ બનાવાશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં કોવીશીલ્ડના 75 કરોડ, કોવેક્સીનના 55 કરોડ, બાયોવેક્સીનના 21 કરોડ, ઝાયડસની રસીના 5 કરોડ ડોઝ, નોવાવેક્સના 20 કરોડ ડોઝ, જેનોવા વેક્સીનના 6 કરોડ ડોઝ, રશિયન વેક્સિન Sputnik V ના 15 કરોડ ડોઝ મળીને કુલ 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હીમાં કોરોનાના નવા કેસ કરતા વધુ દર્દીઓ સાજા થયા, ઉત્તરપ્રદેશમાં એક લાખ એક્ટીવ કેસો ઘટ્યા

Next Article