Russia-Ukraine War: બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ, સ્વતંત્ર તપાસ થવી જોઈએ’ યુક્રેન પર ચર્ચા દરમિયાન બોલ્યા એસ જયશંકર

|

Apr 06, 2022 | 3:42 PM

Russia-Ukraine War: વિદેશ મંત્રીએ કહ્યું કે અમે તમામ પ્રકારની હિંસાની વિરુદ્ધ છીએ. યુક્રેનના બુચા શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે હેરાન છીએ અને તેની નિંદા કરીએ છીએ.

Russia-Ukraine War: બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ, સ્વતંત્ર તપાસ થવી જોઈએ યુક્રેન પર ચર્ચા દરમિયાન બોલ્યા એસ જયશંકર
S Jaishankar

Follow us on

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) બુધવારે લોકસભામાં (Lok Sabha) યુક્રેન પરની ચર્ચાનો જવાબ આપ્યો. લોકસભામાં નિયમ 193 હેઠળ, યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જેની સૂચના RSP સાંસદ એનકે પ્રેમચંદ્રન અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનની સ્થિતિ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ભારત શાંતિના પક્ષમાં છે. તેમણે કહ્યું કે અમે તમામ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. યુક્રેનના બુચા (Bucha) શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે હેરાન છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોની કિંમત પર કોઈ ઉકેલ શોધી શકાતો નથી. સંવાદ અને કૂટનીતી એ કોઈપણ વિવાદનો સાચો જવાબ છે. લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા સાંસદોએ બુચાની ઘટનાને ઉઠાવી. અહેવાલોથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ. આ એક ખૂબ જ ગંભીર બાબત છે, અમે સ્વતંત્ર તપાસના કોલને સમર્થન આપીએ છીએ.

જયશંકરે અગાઉ યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે ફોન પર યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી હતી. યુએસ સ્ટેટ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે આ જાણકારી આપી. પ્રાઈસે જણાવ્યું કે વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સાથે યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બૂચામાં હત્યા, તોડફોડ અને નિર્દયતાએ હદ વટાવી દીધી

યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોએ બુચામાં નરસંહાર કર્યો હતો. મંત્રાલયે કહ્યું કે નાગરિકોને હ્યુમન કોરિડોરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. રશિયન સૈનિકોએ ઘણા લોકોને ગોળી મારીને તેમના મૃતદેહોને રસ્તા પર ફેંકી દીધા. એટલું જ નહીં, મૃતદેહોને ટેન્કથી કચડી નાખવામાં આવ્યા હતા. મહિલાઓ પર બળાત્કાર કર્યો. શરીર પર નાઝીના નિશાન કરવામાં આવ્યા હતા.

રશિયાએ બુચા પર કબજો કરી લીધા પછી લોકોને ત્રાસ આપ્યો

બુચા શહેર યુક્રેનની રાજધાની કિવથી 60 કિલોમીટર દૂર છે. આ શહેર 1898માં સ્થાયી થયું હતું. રશિયન લડવૈયાઓ માટે પ્રથમ ધ્યેય રાજધાની કિવનો નાશ કરવાનો હતો. આ હેતુ સાથે રશિયન સેનાએ બુચા શહેરમાં પડાવ નાખ્યો કારણ કે અહીંની વસ્તી 35,000 હતી અને આ શહેર તેમના લક્ષ્યની નજીક હતું. તેથી વિનાશ અહીંથી શરૂ થયો.

શહેરને મારઘાટમાં ફેરવ્યા પછી રશિયન સેના અહીંથી પાછી હટી. જ્યારે યુક્રેનની સેના અહીં આવી ત્યારે બરબાદી અને ત્રાસની અનેક કહાનીઓ સામે આવી. બુચાના મેયર કહે છે, રશિયન સેના અહીં એક મહિનાથી છે. તેની અસર સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. કબજો કર્યા પછી લોકોને ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સિવાય ઘરો અને રસ્તાઓ પર 400 થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.

આ પણ વાંચો:

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આ પણ વાંચો: 

2 સીટથી 303 સીટ સુધી પહોંચ્યુ ભાજપ, સ્થાપના દિવસે જાણો 42 વર્ષની પાર્ટીની વિકાસગાથા

Next Article