Russia Ukraine Conflict: યુક્રેન સંકટ વચ્ચે ભારતે રાજધાની ખાર્કિવમાંથી (Kharkiv) તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવાની ઝુંબેશ તેજ કરી છે. આજે રાત્રે 256 ભારતીય વિદ્યાર્થીઓ (indian Student) ઘરે પરત ફરશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો રહે છે. ભારતે આજથી ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. આજે સવારે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન યુક્રેન(Ukraine) માટે રવાના કરવામાં આવ્યું છે.
ભારતે આ સ્પેશિયલ ઓપરેશન માટે 200થી વધુ સીટવાળા ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટને તૈનાત કર્યા છે. જેને ધ્યાનમાં લઈને એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ) 3 ફ્લાઈટ્સનું સંચાલન કરશે, એર ઈન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ કરશે.
#FlyAI : Air India is operating 3 flights between India & Ukraine on 22nd, 24th & 26th FEB 2022 .
Seats are available on these flights.
Booking open through Air India Booking offices, Website, Call Centre and Authorised Travel Agents.@IndiainUkraine pic.twitter.com/jKW5InGCOR
— Air India (@airindiain) February 19, 2022
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહેતા તણાવ વધી ગયો છે. યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ અંગે ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબમાં દૂતાવાસે કહ્યું કે તેઓ આ મામલે સંબંધિત સત્તાવાળાના સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર,’દૂતાવાસને મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસને લઈને ઘણા બધા કોલ આવ્યા છે. આ સંદર્ભમાં તેણે જણાવ્યુ કે, અમે ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સંબંધિત સત્તાધિકારીના સંપર્કમાં છીએ. તેઓએ યુનિવર્સિટી તરફથી સત્તાવાર શબ્દની રાહ જોવાને બદલે અસ્થાયી રૂપે યુક્રેન છોડવું જોઈએ. આ સાથે ભારતે યુક્રેનમાં દૂતાવાસના કર્મચારીઓના પરિવારના સભ્યોને સ્વદેશ પરત ફરવા જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં