પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..

મોહન ભાગવતે ભારત-પાક સંબંધો પર ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનનું શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રહેશે તો યોગ્ય જવાબ અપાશે.

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..
| Updated on: Nov 09, 2025 | 9:05 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગની ઇચ્છા રાખે છે, પરંતુ જો પડોશી દેશ પાકિસ્તાન દુશ્મનાવટભર્યું વલણ અપનાવે છે, તો તેને યોગ્ય ભાષામાં જવાબ આપવો જ પડે.

બંને દેશોને લાભ થશે

મોહન ભાગવતે કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે સદાય શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનની નીતિ હંમેશા વિરોધાભાસી રહી છે. “જો પાકિસ્તાન લડત અને શત્રુતા છોડીને સ્વસ્થ સ્પર્ધા તરફ વધે, તો બંને દેશોને લાભ થશે. પરંતુ જ્યાં સુધી તે આવું નથી કરતું, ત્યાં સુધી આપણે તેની પોતાની ભાષામાં જ જવાબ આપવો પડશે,” તેવું તેમણે જણાવ્યું

1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે યાદ અપાવ્યું કે તે સમયે પાકિસ્તાનને ભારતના હાથેથી 90,000 સૈનિકો ગુમાવવાના પડ્યા હતા. તેમણે કહ્યું કે “પાકિસ્તાનને સમજાવવું પડશે કે સંઘર્ષ ક્યારેય ફાયદાકારક નથી. સહયોગ અને વિકાસ જ સાચો માર્ગ છે.”

મોહન ભાગવતે વધુમાં ઉમેર્યું કે ભારત હંમેશા ઈચ્છે છે કે તેનો પડોશી દેશ શાંતિથી પ્રગતિ કરે. “અમે તેમની મદદ કરવા તૈયાર છીએ, પરંતુ જો તેઓ સતત અસ્થિરતા ફેલાવશે, તો તેમને યોગ્ય જવાબ પણ મળશે,”

અંતે મોહન ભાગવતે કહ્યું કે ભારતને પાકિસ્તાનના દરેક પ્રયાસ માટે તૈયાર રહેવું જોઈએ. “અમારું ધ્યેય શાંતિપૂર્ણ છે, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે આપણે ક્યારેય સમાધાન નહીં કરીએ. જો જરૂરી પડે તો પાકિસ્તાનને એવી રીતે જવાબ આપવો જોઈએ કે તે પાઠ શીખી લે અને ભવિષ્યમાં શાંતિપૂર્ણ પડોશી બની રહે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.

શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?

Published On - 9:05 pm, Sun, 9 November 25