બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનની ભારત મુલાકાત પહેલા રમખાણોએ સરકારનું ટેન્શન વધાર્યું, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

|

Apr 19, 2022 | 12:49 PM

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની (Boris Johnson India Visit) આ મુલાકાત પહેલા દેશની રાજધાની દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાએ સરકારની ચિંતા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે 22 એપ્રિલે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને.

બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનની ભારત મુલાકાત પહેલા રમખાણોએ સરકારનું ટેન્શન વધાર્યું, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
British PM Boris Johnson's visit to India

Follow us on

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris johnson) આવતા અઠવાડિયે બે દિવસની ભારતની મુલાકાતે આવશે. બ્રિટિશ પીએમની આ મુલાકાત પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા(Delhi Violence) થી સરકારની ચિંતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે 22 એપ્રિલે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને. જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સુરક્ષા એજન્સીઓ(Security agencies) ને ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. જણાવી દઈએ કે 16 એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હિંસા ભડકી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે.

ઘટના બાદ પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન રાત્રે આકાશમાંથી ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં પોલીસ દળની તૈનાતી સાથે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CRPF અને RAFની વધુ પાંચ કંપનીઓ મોકલી છે. પોલીસે કહ્યું છે કે હિંસા કેસમાં અત્યાર સુધીમાં 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોનુ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે પોલીસ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 8 પોલીસ કર્મીઓ સહિત 1 સામાન્ય નાગરિક ઘાયલ થઈ ગયા હતા.

ગુજરાતની મુલાકાત લેનાર પ્રથમ બ્રિટિશ પીએમ હશે

ભારતની મુલાકાત અંગે, બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય, ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું છે કે, તેમની ભારત મુલાકાત દરમિયાન, જોન્સન તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ‘ઊંડી વાતચીત’ કરશે. આ સાથે તેઓ ગુજરાતની મુલાકાત લેનાર પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બનશે. જ્હોન્સનની ભારતની પ્રથમ મુલાકાત 21 એપ્રિલે ગુજરાતના અમદાવાદથી શરૂ થશે, જે વડાપ્રધાન મોદીનું ગૃહ રાજ્ય છે. ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં કહ્યું કે આ દરમિયાન ભારત અને બ્રિટન બંનેના મોટા ઉદ્યોગોમાં રોકાણની જાહેરાત થશે.

અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?

બોરિસ જોન્સન 22 એપ્રિલે દિલ્હી જવા રવાના થશે

નિવેદન અનુસાર, જ્હોન્સન ત્યારબાદ 22 એપ્રિલે મોદીને મળવા દિલ્હી જશે, જ્યાં બંને નેતાઓ ભારત-યુકે વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે. બંને દેશોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્હોન્સન ભારત અને યુકે વચ્ચે વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને આગળ વધારવા માટે પણ તેમની ભારત મુલાકાતનો ઉપયોગ કરશે. આ મુલાકાત અંગે જ્હોન્સને કહ્યું, ‘મારી ભારતની મુલાકાત તે બાબતોને અનુરૂપ રહેશે.

 

આ પણ વાંચો-કુરાન સળગાવવાનો મામલોઃ હિંસાની આગમાં સળગી રહ્યું છે સ્વીડન, અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ

આ પણ વાંચો-Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલ પાસે વિસ્ફોટ, 6 લોકોના મોત

Next Article