ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી. ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે જ સમયે બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. હાવડામાં થયેલી હિંસા પર બંગાળની મુખ્યમંત્રી મમાતનું નિવેદન સામે આવ્યું છે.
હાવડામાં થયેલા પથ્થરમારા, હિંસા અને આગની ઘટના પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિદેવન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મારા આંખ-કાન ખુલ્લા છે. મને બધું દેખાય છે. મેં પહેલા જ ચેતવણી આપી હતી. મુસ્લિમ વિસ્તારમાંથી યાત્રા ન નીકાળશો. મેં પહેલા જ કહ્યું હતું કે નામનવમી પર રેલી કાઢશો તો આવી હિંસા થઈ શકે છે. તેમણે હિંદૂ સંગઠનો પર હિંસાનો આરોપ લગાવતા કહ્યું કે , આ રમઝાનનો સમય છે. આ સમયે મુસ્લિમો કોઈ ખોટું કામ નહીં કરી શકે. શોભાયાત્રામાં બુલડોઝર અને તલવાર લઈને આવવાની પરવાનગી કોણે આપી હતી. રમખાણો એ દેશ માટે દુશ્મન સમાન છે.
In brazen disregard for Hindu sentiments, Mamata Banerjee held dharna on Ramanavami, then warned Hindus about avoiding Muslim areas because it was Ramzan, forgetting that Hindus too were fasting for Navratr. As Home Minister of WB she is directly responsible for Howrah violence. pic.twitter.com/0975DJ8Wyf
— Amit Malviya (@amitmalviya) March 30, 2023
ભાજપનો સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય ઈન્ચાર્જ અને બંગાળમાં ભાજપના સહપ્રભારી અમિત માલવિયાએ હાવડા હિંસા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
દેશમાં રામ નવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા ભડકી હતી. આ દરમિયાન ગુજરાતના વડોદરાના ફતેપુરામાં રામ નવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. પોલીસે તોફાની તત્વોનો પીછો કરવા માટે લાઠી બળનો પણ ઉપયોગ કર્યો હતો.
#WATCH | West Bengal: Police personnel conduct flag march after ruckus during ‘Rama Navami’ procession in Howrah where several vehicles were torched. pic.twitter.com/W845mdQQnQ
— ANI (@ANI) March 30, 2023
#WATCH | West Bengal: Ruckus during ‘Rama Navami’ procession in Howrah; vehicles torched. Police personnel on the spot. pic.twitter.com/RFQDkPxW89
— ANI (@ANI) March 30, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાવડામાં સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર ઉભેલા વાહનો સળગ્યા હતા. આ હિંસામાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, પોલીસે આ કેસમાં 17 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ બાંકુરામાં સરઘસ રોકવા પર હંગામો થયો હતો. ચુસ્ત પોલીસ બસ સ્થળ પર તૈનાત છે.
વડોદરામાં રામજીની શોભાયાત્રામાં ફરી થયો વિવાદ; ઘર્ષણ બાદ પોલીસે મોરચો સંભાળ્યો#Vadodara #Gujarat #TV9News pic.twitter.com/dpMztkVOQS
— Tv9 Gujarati (@tv9gujarati) March 30, 2023
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.
જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો છે.
આ પૂર્વે આજે, વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે.