Republic Day 2022: આકાશમાં જોવા મળશે વાયુસેનાની તાકાત, ભારતીય ઈતિહાસમાં પહેલીવાર ઉડશે 75 વિમાન

|

Jan 26, 2022 | 7:11 AM

મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફ્લાઈપાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો દેખાડવા માટે દુરદર્શનની સાથે કોર્ડિનેશન કર્યુ છે.

Republic Day 2022: આકાશમાં જોવા મળશે વાયુસેનાની તાકાત, ભારતીય ઈતિહાસમાં પહેલીવાર ઉડશે 75 વિમાન
File Image

Follow us on

કોરોના મહામારી (Covid 19)ની વચ્ચે ભારત આજે પોતાનો 73મો ગણતંત્ર દિવસ  (73th Republic Day) મનાવવા જઈ રહ્યો છે. ગણતંત્ર દિવસની ઉજવણીનો અવાજ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજી રહ્યો છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે. આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે. આ રાજપથ પર યોજાનારી અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાઈપાસ્ટ હશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગ્રેન્ડ ફિનાલે અને પરેડના સેક્શન ફ્લાઈપાસ્ટમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાના 75 વિમાન ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગના રૂપે ઉડાન ભરતા નજરે આવશે.

મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફ્લાઈપાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો દેખાડવા માટે દુરદર્શનની સાથે કોર્ડિનેશન કર્યુ છે. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જુના અને હાલના આધુનિક વિમાન ફ્લાઈ પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિત અલગ અલગ ફોર્મેશનનું પ્રદર્શન કરશે. મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઈ અને 15 ફૂટ ઉંચાઈના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે સ્ક્રોલ સુરક્ષા અને સંસ્કૃતિ મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘કલાકુંભ’ કાર્યક્રમ દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા.

દેશના 73મા પ્રજાસત્તાક દિવસ 2022ના (Republic Day 2022) અવસર પર દિલ્હીના રાજપથ પર ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાની ઝલક જોવા મળશે. રાજપથ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રિરંગો ફરકાવશે. આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાંઆવ્યું છે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે. આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સમારોહ દરમિયાન, રાજપથ પર પરેડ વહેલી સવારે 10 વાગ્યાને બદલે 10:30 વાગ્યે શરૂ થશે. ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શકો માટેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર 5,000 થી 8,000 લોકોને જ હાજરી આપવાની મંજૂરી છે.

આ પણ વાંચો: Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

આ પણ વાંચો: Republic Day Celebration 2022 LIVE: રાજપથ પર જોવા મળશે આજે દેશની સૈન્ય શક્તિ, અનેકવિધ કાર્યક્રમનું આયોજન

 

Published On - 6:41 am, Wed, 26 January 22

Next Article