આ રાજ્યોમાં દિવાળીની મજા બગાડી શકે છે વરસાદ, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

|

Oct 23, 2022 | 10:30 PM

આસામ અને મેઘાલયમાં દિવાળી આકરી બની શકે છે. હવામાન વિભાગ (IMD)એ પૂર્વોત્તર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ આગામી ત્રણ દિવસ સુધી અહીં ભારે વરસાદની આગાહી કરી છે.

આ રાજ્યોમાં દિવાળીની મજા બગાડી શકે છે વરસાદ, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

આસામ અને મેઘાલયમાં દિવાળી આકરી બની શકે છે. હવામાન વિભાગ (IMD)એ પૂર્વોત્તર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ આગામી ત્રણ દિવસ સુધી અહીં ભારે વરસાદની આગાહી કરી છે. IMDની ગુવાહાટી ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, બંગાળની ખાડી પર ભારે દબાણને કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે, હવામાનની સ્થિતિ ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે. તે પછી તે ફરી વળાંક કરશે અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાનની આ સ્થિતિને કારણે, 24થી 26 ઓક્ટોબર સુધી પૂર્વોત્તર રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વીજળી પડવાની પણ શક્યતા છે. IMDએ આગાહી કરી છે કે 24 ઓક્ટોબરે મિઝોરમમાં 40-50 કિમી પ્રતિ કલાક અને ત્રિપુરામાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે ત્રિપુરા, મિઝોરમ, દક્ષિણ આસામ, પૂર્વ મેઘાલય અને મણિપુરમાં બીજા દિવસે પણ આવી જ સ્થિતિની આગાહી કરી છે. તે જ સમયે, તે મંગળવારે ટિંકોના દ્વીપ અને સંદ્વીપ થઈને બાંગ્લાદેશના તટને પાર કરે તેવી સંભાવના છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ડીપ પ્રેશર એરિયા ચક્રવાતમાં ફેરવાય

બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા રવિવારે સાંજે ચક્રવાતમાં પરિણમ્યું છે અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ માહિતી આપી છે. થાઈલેન્ડે આ ચક્રવાતને ‘સિત્રાંગ’ નામ આપ્યું છે. IMD અનુસાર, ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશના ટિંકોના દ્વીપ અને સંદ્વીપ વચ્ચે ટકરાઈ શકે છે. વિભાગે કહ્યું કે રવિવારે સાંજે 5.30 કલાકે ચક્રવાત પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી 580 કિમી દક્ષિણે અને બાંગ્લાદેશના બરિસાલથી 740 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં હતું. IMD અનુસાર, ચક્રવાતની અસરને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

Next Article