ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ

ભારતીય રિઝર્વ બેંક BRICS દેશો વચ્ચે ડિજિટલ કરન્સીને જોડવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. આનાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ સસ્તી અને ઝડપી બનશે, જેનાથી યુએસ ડોલર પર નિર્ભરતા ઓછી થશે. આ પ્રસ્તાવ 2026 ના BRICS સમિટમાં સામેલ કરવામાં આવશે. BRICS સમૂહમાં અનેક દેશો સામેલ છે. ત્યારે આ પગલુ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે.

ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ
| Updated on: Feb 03, 2026 | 7:05 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) BRICS દેશો વચ્ચે ડિજિટલ કરન્સીને જોડવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર કામ કરી રહી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને પર્યટનના પેમેન્ટ સસ્તા, ઝડપી અને અને યુએસ ડોલર પર નિર્ભરતાને ઘટાડનારા સાબિત થશે . આ માહિતી રોઇટર્સના અહેવાલમાંથી બહાર આવી છે. અહેવાલ મુજબ, આ વિચાર ચૂપચાપ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. RBI એ BRICS દેશોને તેમની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDCs) ને જોડવા કહ્યું છે. રિપોર્ટ મુજબ, આ દરખાસ્ત આ બાબતથી પરિચિત બે લોકોએ જાહેર કરી હતી. RBI એ સરકારને 2026 માં BRICS સમિટના એજન્ડામાં આ પ્રસ્તાવનો સમાવેશ કરવા પણ કહ્યું છે. ભારત આ વર્ષે BRICS સમિટની યજમાની કરશે. ડૉલરથી દૂર જવાનો સંકેત રોઇટર્સના મતે, આ લોકોએ પોતાની ઓળખ ગુપ્ત રાખવા જણાવ્યુ કારણ કે તેઓ સાર્વજનિક રીતે બોલવા માટે અધિકૃત ન હતા. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, તો તે પહેલી વાર હશે જ્યારે BRICS દેશોએ તેમના સભ્યોની ડિજિટલ કરન્સીને લિંક કરવાનું ઔપચારિક રીતે વિચાર્યું હશે. આનાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ...

Published On - 7:53 pm, Mon, 19 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો