RBI ફેરફાર સાથે 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે

|

Apr 25, 2019 | 4:29 AM

નોટબંધી પછી ભારતીય રિઝર્વ બૅંકે 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. હવે એક વાર ફરી RBI 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. RBI મુજબ આ નવી નોટમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટમાં મહાત્મા ગાંધી સીરીઝની હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો […]

RBI ફેરફાર સાથે 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે

Follow us on

નોટબંધી પછી ભારતીય રિઝર્વ બૅંકે 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. હવે એક વાર ફરી RBI 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે.

RBI મુજબ આ નવી નોટમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટમાં મહાત્મા ગાંધી સીરીઝની હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો હશે પણ તેમાં RBIના ગવર્નરના હસ્તાક્ષર બદલાઈ જશે.

TV9 Gujarati

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

અત્યાર સુધીની જે 200 અને 500 રૂપિયાની નોટ છે. તેમાં પૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. જ્યારે હવે નવી નોટમાં હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. તે સિવાય નવી નોટની સાથે જુની નોટ પણ ચાલુ રહેશે.

નવી નોટને લઈને RBIએ એક ખાસ જાણકારી આપી છે. નવી નોટની ડિઝાઈનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી પણ તેની ડિઝાઈન મહાત્મા ગાંધી સીરીઝમાં બહાર પાડેલી બધી જ નોટની જેમ હશે.

આ પહેલા RBIએ 50 અને 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. આ બંને નોટ પર હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે. નોટબંધી પછી RBI તરફથી 10 રૂપિયાની નવી નોટથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટ બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની જુની નોટને બંધ કરવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article