કુરાનની વહેચણી કરવાના આદેશ વિરુદ્ધ ઋચા ભારતીની જીત, કોર્ટેમાં પૂછ્યું શું રામાયણ અને ગીતા……

રાંચીની ઋચા ભારતી હવે કુરાનની 5 પ્રતની વહેચશે નહીં. કોર્ટના આદેશ બાદ ઋચાને રાહત મળી ચૂકી છે. ઋચાએ પોતાનો પક્ષ રાખતા પૂછ્યું હતું કે, શું કોઈ આરોપીએ રામાયણ કે ભગવદ્ ગીતા લોકોને વહેચણી કરી છે. જે બાદ કોર્ટે આદેશ પરત લઈ લીધો છે. આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICCએ […]

કુરાનની વહેચણી કરવાના આદેશ વિરુદ્ધ ઋચા ભારતીની જીત, કોર્ટેમાં પૂછ્યું શું રામાયણ અને ગીતા......
| Updated on: Jul 19, 2019 | 4:35 AM

રાંચીની ઋચા ભારતી હવે કુરાનની 5 પ્રતની વહેચશે નહીં. કોર્ટના આદેશ બાદ ઋચાને રાહત મળી ચૂકી છે. ઋચાએ પોતાનો પક્ષ રાખતા પૂછ્યું હતું કે, શું કોઈ આરોપીએ રામાયણ કે ભગવદ્ ગીતા લોકોને વહેચણી કરી છે. જે બાદ કોર્ટે આદેશ પરત લઈ લીધો છે.

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICCએ વધુ એક સન્માન આપ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પછી આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો. રાંચના રહેવાસી ઋચા પટેલ (ભારતી)એ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ લઘુમતી સમાજના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર મામલે સુનાવણી કરાઈ હતી. મેજિસ્ટ્રેટ દ્વારા ઋચાને કોઈ સજા નહીં પણ કુરાનની 5 પ્રત વહેચણી કરવાનો આદેશ દેવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેજિસ્ટ્રેટના આદેશ બાદ પણ ઋચાએ તેનું પાલન કર્યું નહોતું અને પોતે કોઈ દોષ ન કર્યો હોવાની વાત કહી હતી. ઋચાએ પોતાની લડત હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી હતી. જે બાદ કોર્ટે જૂના આદેશને અમાન્ય કરી દીધો છે. ઋચાના સમર્થનમાં અનેક લોકો સામેલ હતા. તો બીજી તરફ દેશભરમાંથી કેટલાક વકીલોએ પણ ઋચાને મદદ રજૂ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો