ચૂંટણી પહેલાં શું જમીન પરત કરી ભાજપ રામ મંદિર બનાવવનો રસ્તો કરી રહ્યું છે સાફ ?
કેન્દ્રની મોદી સરકારે અયોધ્યાના રામ મંદિરના મુદ્દા પર નવો વળાંક લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે વિવાદ વગરની 67 એકર જમીન તેના માલિકોને પરત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી છે કે, 67 એકર વિવાદહીન જમીન તેના માલિકોને પરત કરવા માટે પરવાનગી માંગી છે. 1993માં કેન્દ્ર સરકારે અયોધ્યામાં […]

કેન્દ્રની મોદી સરકારે અયોધ્યાના રામ મંદિરના મુદ્દા પર નવો વળાંક લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે વિવાદ વગરની 67 એકર જમીન તેના માલિકોને પરત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી છે કે, 67 એકર વિવાદહીન જમીન તેના માલિકોને પરત કરવા માટે પરવાનગી માંગી છે. 1993માં કેન્દ્ર સરકારે અયોધ્યામાં વિવાદસ્પદ સ્થાનની આસપાસની આશરે 70 એકર જમીન પર કબ્જો કર્યો હતો.
કેન્દ્રની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અયોધ્યામાં હિન્દૂ પક્ષકારોને જે ભાગ આપવામાં આવ્યો છે, તે રામજન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે, જ્યારે 2.77 એકર ભૂમિનો અમુક ભાગ ભારત સરકારને પાછા આપી દેવામાં આવે.
અત્રે નોંધનીય છે કે, અયોધ્યા વિવાદની આસપાસ લગભગ 70 એકર જમીન કેન્દ્ર સરકારની પાસે છે. તેમાંથી 2.77 એકરની જમીન પર અલાહાબાદ હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો, જે ભૂમિ પર વિવાદ છે તે જમીન 0.313 એકર જ છે. મોદી સરકારનું કહેવું છે કે જે જમીન પર વિવાદ નથી તેને પાછી સોંપવામાં આવે. જેથી મંદિરના માટે અન્ય કામ ત્યાં કરી શકાય.
Centre moves Supreme Court seeking permission for release of excess vacant land acquired around Ayodhya disputed site and be handed over to Ramjanambhoomi Nyas. Centre seeks direction to release 67 acres acquired land out of which 0.313 acres is disputed land.#RamMandir #TV9News pic.twitter.com/YV5bJM6cCB
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2019
29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસની સુનાવણી થવાની હતી, પરંતુ તે ટળી ગઇ. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી પાંચ જજોની પીઠ કરી રહી છે.જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નજીર, જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટીસ ડીવાઇ ચંદ્રચૂડનો સમાવેશ થાય છે.
આ રીતે થઇ છે જમીનની વહેંચણી? અગાઉ જ્યારે 30 સપ્ટેમ્બર 2010ના રોજ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠે અયોધ્યા વિવાદને લઇને નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યામાં 2.77 એકરની વિવાદિત જમીનને 3 ભાગોમાં વહેંચી હતી. જે જમીન પર રામ લલા બિરાજમાન છે, તેમાં હિન્દૂ મહાસભા, બીજા ભાગમાં નિર્મોહી અખાડા અને ત્રીજા ભાગને સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવી હતી.
[yop_poll id=”886″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]