Tokyo Olympics : રક્ષા સેવાના ખેલાડીઓને 23 ઑગષ્ટે સન્માનિત કરશે રક્ષામંત્રી, ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પણ થશે સામેલ

|

Aug 22, 2021 | 7:12 PM

સંરક્ષણ મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતનું પ્રતિનિધિત્વ કરતા તમામ સશસ્ત્ર દળોના કર્મચારીઓ સહિત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા (Neeraj Chopra) આ પ્રસંગે હાજર રહે તેવી શક્યતા છે.

Tokyo Olympics : રક્ષા સેવાના ખેલાડીઓને 23 ઑગષ્ટે સન્માનિત કરશે રક્ષામંત્રી, ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પણ થશે સામેલ
Rajnath Singh (File Photo)

Follow us on

Tokyo Olympics : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Sinh) 23 ઓગસ્ટના રોજ પુણેમાં (Pune) આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (ASI) માં સંરક્ષણ સેવાઓ વતી ઓલિમ્પિકમાં ભાગ લેનારાઓનું સન્માન કરશે. સંરક્ષણ મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતનું પ્રતિનિધિત્વ કરતા તમામ સશસ્ત્ર દળોના કર્મચારીઓ સહિત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા (Neeraj Chopra) આ પ્રસંગે હાજર રહે તેવી શક્યતા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (ASI) ના નવા ખેલાડીઓ અને સૈનિકો સાથે પણ વાતચીત કરશે, જેમાં આર્મી ચીફ જનરલ મનોજ એમ નરવણે (General Manoj Mukund Naravane) પણ સામેલ થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તે જ દિવસે ઓલિમ્પિકમાં (Olympic) જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના (Neeraj Chopra) નામ પર સેનાના એક સુવિધા કેન્દ્રનું નામ આપે તેવી શક્યતા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નીરજ ચોપડાના નામે થશે સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ

એવી શક્યતા છે કે સિંહ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત દરમિયાન કેમ્પસમાં સ્ટેડિયમનું નામ ‘નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ’ રાખશે.  સેનામાં, નાઇક સુબેદાર ચોપરાએ તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો અને તેમણે આ જ ASI માં તાલીમ લીધી હતી.

ખેલાડીઓ અને સૈનિકોને સંબોધિત કરશે 

ASI ની મુલાકાત દરમિયાન, સિંહ સશસ્ત્ર દળો સાથે સંકળાયેલા 16 ઓલિમ્પિયનોનું સન્માન કરશે અને પ્રતિષ્ઠિત સંસ્થામાં સૈનિકો અને રમતવીરોને સંબોધિત કરશે. DIAT માં, સિંહ સંસ્થાની સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે, MTech અને PhD વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને કેમ્પસમાં નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

 

આ પણ વાંચોAmarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક

આ પણ વાંચોKalyan Singh Last Tribute: અમે એક સક્ષમ નેતા ગુમાવ્યો છે, તેમના સપના સાકાર કરવા પડશે: PM નરેન્દ્ર મોદી

આ પણ વાંચોRaksha Bandhan : કારોબારની દુનિયામાં ડંકો વગાડનાર ભાઈ-બહેન, જાણો અંબાણીથી લઈ પોદ્દાર પરિવારના કોણ છે એ સંતાન ?

Next Article