Rajasthan: અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો, 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ

|

Aug 19, 2022 | 11:43 PM

ગુજરાતના અંબાજીથી(Ambaji) રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે.

Rajasthan: અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો, 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ
Rajasthan Accident
Image Credit source: Representive Image

Follow us on

ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના(Rajasthan)  રામદેવરા(Ramdevra)  જઇ રહેલા યાત્રિકોને અકસ્માત(Accident)  નડ્યો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો ઘાયલ થયા છે. જેમાં ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમજ સુમેરપુરના નેશનલ હાઇવે પર પાલડી રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના દાતા તાલુકાના કુકડી ગામના 25 યાત્રાળુઓ  રામ દેવરા જતા હતા. આદિવાસી સમાજના લોકો માનતા કરવા માટે રામદેવરા જતાં હતાં.

અકસ્માતમાં 25  થી વધુ ઘાયલ

પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે પુર ઝડપે જઇ રહેલા  ટ્રેલરે રામદેવરા જઈ રહેલા યાત્રિકોથી  ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે  25 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલોને સુમેરપુર અને શિવગંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધારાસભ્ય સંયમ લોઢા ઘટનાસ્થળે પહોંચ્યા

માહિતી બાદ સુમેરપુર પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ છે. ઘટનાસ્થળે ઘાયલોની ચીસો છે. અકસ્માતની માહિતી મળતાં જ સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢા અને જિલ્લા કલેક્ટર ડૉ. ભંવરલાલ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

(With Input, Atul Trivedi, Banaskantha) 

 

Published On - 11:17 pm, Fri, 19 August 22

Next Article