Rajasthan: દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ વધુ એક વેરિયન્ટનું સંકટ, રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટના 11 કેસની પુષ્ટિ

|

Jul 15, 2021 | 7:39 AM

દેશમાં કોરોના વાયરસના વધુ એક વેરિયન્ટનું (Variant) સંક્ટ સામે આવ્યું છે, રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટના 11 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાનો ડેલ્ટા પ્લસ  વેરિયન્ટ (Delta Plus Variant)બાદ વધુ એક વેરિયન્ટનો દેશમાં પગપેસારો થયો છે.રાજસ્થાનમાં (Rajasthan) કપ્પા વેરિયન્ટનાં 11 કેસની પુષ્ટિ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

રાજસ્થાનના સ્વાસ્થય પ્રધાન (Health Minister)રઘુ શર્માએ રાજ્યમાં નવા વેરિયન્ટની પુષ્ટિ કરી હતી.રઘુ શર્માએ જણાવ્યું હતું કે,”રાજ્યમાં કપ્પા વેરિયન્ટના 11 કેસ સામે આવ્યા છે.જેમાંથી, 4 કેસ જયપુર અને 4 કેસ અલવરમાંથી સામે આવ્યા છે.મહત્વનું છે કે, દેશમાં નવા વેરિયન્ટની દસ્તકથી હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

ગત સપ્તાહે નિતી આયોગના સભ્ય ડો.વીકે પૌલે (V.K. Paul)કહ્યું હતું કે,કોરોનાનો કપ્પા વેરિયેન્ટએ(Kappa Variant) નવું નથી, કપ્પા વેરિયન્ટએ “વેરિયન્ટ એફ ઈન્ટરેસ્ટ”  છે. અને આ પહેલા પણ દેશમાં કપ્પા વેરિયન્ટ દેશમાં આવી ચુક્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, કપ્પા વેરિયન્ટની ક્ષમતા ખુબ ઓછી છે અને દેશમાં આ વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. તો એ નક્કી છે કે, દેશમાં હજુ વાયરસ દેશમાંથી સમાપ્ત થયો નથી.

ઉલ્લેખનીય છે કે,કપ્પા વેરિયન્ટ બીજા વેરિયન્ટ (other variant)કરતા વધારે ખતરનાક નથી.પરંતુ,દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ કપ્પા વેરિયન્ટનું સંકટ તોળાતા દેશમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો :મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા સુર? સંજય રાઉતે PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો : સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ ખોલશે મોરચો! આ જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ

Published On - 7:39 am, Thu, 15 July 21

Next Video