470 કરોડનો કોન્ટ્રાકટ રદ કરાતા રોષે ભરાયેલી ચાઈનીઝ કંપનીએ, રેલ્વે સામે દિલ્લી હાઈકોર્ટમાં કર્યો કેસ

|

Jul 19, 2020 | 6:03 AM

ચીન સાથેના સીમા વિવાદના પગલે, ભારતની અનેક કંપનીઓએ ચાઈનીઝ કંપની સાથેના કામકાજના કરારો તોડી નાખ્યા છે. ભારતીય રેલ્વેએ પણ તાજેતરમાં જ ચાઈનીઝ કંપનીને આપેલા રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કોન્ટ્રાક્ટ રદ થવાથી રોષે ભરાયેલી ચાઈનીઝ કંપનીએ રેલ્વે વિભાગ સામે દિલ્લી હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને કોન્ટ્રક્ટ રદ કરવાની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે. ભારતીય […]

470 કરોડનો કોન્ટ્રાકટ રદ કરાતા રોષે ભરાયેલી ચાઈનીઝ કંપનીએ, રેલ્વે સામે દિલ્લી હાઈકોર્ટમાં કર્યો કેસ

Follow us on

ચીન સાથેના સીમા વિવાદના પગલે, ભારતની અનેક કંપનીઓએ ચાઈનીઝ કંપની સાથેના કામકાજના કરારો તોડી નાખ્યા છે. ભારતીય રેલ્વેએ પણ તાજેતરમાં જ ચાઈનીઝ કંપનીને આપેલા રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કોન્ટ્રાક્ટ રદ થવાથી રોષે ભરાયેલી ચાઈનીઝ કંપનીએ રેલ્વે વિભાગ સામે દિલ્લી હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને કોન્ટ્રક્ટ રદ કરવાની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે.

ભારતીય રેલ્વેએ, 2016માં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સિગ્નલ અને ટેલિકોમ અંગે રૂ. 470 કરોડનુ કામકાજ ચાઈનીઝ કંપની બેઈજીગ નેશનલ રેલ્વે રિસર્ચ એન્ડ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટને આપ્યું હતું. જો કે આ કામગીરી માટે વિશ્વ બેંક પણ ભારતીય રેલ્વેને કેટલુક ફંડ આપવાની હતી. 470 કરોડના આ કોન્ટ્રાક્ટનું કામકાજ 2019 સુધીમાં પૂર્ણ કરવાનુ હતું. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 20 ટકા જ કામ થયુ હતું. જેના કારણે ભારતીય રેલ્વેએ આ કોન્ટ્રાક્ટ રદ કરીને અન્ય ભારતીય કંપનીને કામ સોપવાનો નિર્ણય કર્યો છે. જો કે ચાઈનીઝ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવા બાબતે ભારતીય રેલ્વેએ, વિશ્વબેંકના ના વાંધા પ્રમાણપત્રની (NOC) રાહ જોઈ નથી. રેલ્વેના એક અધિકારીએ કહ્યું કે જો વિશ્વબેંક પ્રોજેક્ટ માટે બાકીના નાણા નહી આપે તો ભારતીય રેલ્વે પોતાના નાણાથી પ્રોજેક્ટ પૂર્ણ કરશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ભારતના લદ્દાખ ક્ષેત્રે સીમા વિવાદ સર્જનાર ચીનને આર્થિક ફટકો મારવા માટે દેશના અનેક ઉદ્યોગો અને વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે. તો ભારત સરકારે ચીનની 59 મોબાઈલ એપ્સને પ્રતિબંધીત જાહેર કરી છે.

Next Article