ભારતીય રેલ્વેએ બનાવ્યો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે ટ્રેક, 8 પહાડીઓમાંથી પસાર થશે ટ્રેન

|

Nov 27, 2021 | 11:59 PM

NFRના આ પિયર બ્રિજના ચીફ એન્જિનિયર સંદીપ શર્માએ અમારી સહયોગી ચેનલ TV9 Bharatvarsh સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ બ્રિજ રેલવે દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

ભારતીય રેલ્વેએ બનાવ્યો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે ટ્રેક, 8 પહાડીઓમાંથી પસાર થશે  ટ્રેન
world's highest railway track

Follow us on

ભારતીય રેલ્વે (Indian Railways) પેસેન્જર સેવાની સાથે – સાથે ફ્રેટ કોરિડોર (freight corridor) અને ગુડ્સ ટ્રેનની અવરજવર માટે જાણીતી છે. પરંતુ આ બધાની સાથે ભારતીય રેલ્વે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ સ્થળો પર પણ પોતાની પહોંચ બનાવી રહી છે. પહાડોની છાતી ચીરીને એ જગ્યાઓ સુધી પહોંચે છે જ્યાંથી દુશ્મન ભારતમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કરી શકે છે.

આ શ્રેણીમાં, ભારતીય રેલ્વે મણિપુરમાં ઝીરીગામ અને ઇમ્ફાલ વચ્ચે નોની જિલ્લામાં વિશ્વનો સૌથી ઊંચો પિયર બ્રિજ બનાવવાનું કામ કરી રહી છે. આ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો પિયર બ્રિજ છે જે 2023માં પૂર્ણ થઈ જશે.

આ બ્રિજમાં શું છે ખાસ?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

NFRના આ પિયર બ્રિજના ચીફ એન્જિનિયર સંદીપ શર્માએ  TV9  સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ બ્રિજ ભારતીય રેલ્વે દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. 703 મીટર લાંબા બ્રિજમાં 9 સપોર્ટિંગ પિલર બનાવવામાં આવ્યા છે. તેને બનાવવામાં 11780 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કુતુબ મિનારથી બમણી ઊંચાઈ

ઝીરીગામ ઈમ્ફાલના 111 કિલોમીટર લાંબા માર્ગ પર નોની જિલ્લામાં બનાવવામાં આવનાર આ પુલની ઊંચાઈ 141 મીટર છે. આ પછી વિશ્વમાં બેલગ્રેડમાં એક પુલ બની રહ્યો છે, જેનું સ્થાન આ પુલ પછી આવે છે.

આ પુલ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે

જો આપણે ઇમ્ફાલની વાત કરીએ તો અહીં હજી સુધી રેલ્વે કનેક્ટિવિટી નથી. મણિપુર ઝીરીગામ સુધી રેલ્વે જોડાણ ધરાવે છે. જો તમે કાર દ્વારા ઝીરીગામથી ઇમ્ફાલની મુસાફરી કરો છો, તો તેમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય લાગે છે, પરંતુ આ રેલ્વે ટ્રેક શરૂ થતાં, માત્ર 111 કિલોમીટરનું અંતર લગભગ 2 થી અઢી કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેકના નિર્માણ સાથે, બર્માની સરહદ રેલ્વે નેટવર્કની ખૂબ નજીક જશે, જેના કારણે આગામી દિવસોમાં આ વિસ્તારનું મહત્વ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી વધુ વધશે. રેલ્વેના દૃષ્ટિકોણથી કોઈપણ લશ્કરી સાધનસામગ્રી લાવવા અથવા લઈ જવા માંગતા હો, તો તેને આ માર્ગ દ્વારા સરળતાથી લાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે ટ્રેન ઉત્તર પૂર્વના વિસ્તારોમાંથી સરહદ પાર કરવાની તૈયારી કરી રહી છે. જે દેશોમાં ટ્રેન પાટા નાખવાની યોજના છે તેમાં નેપાળ, બર્મા, ભૂતાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશને જોડતો હલ્દીબાડી ટ્રેક પૂર્ણ થઈ ગયો છે.  આના દ્વારા મહિમાશાહલી-અગરતલાને જોડવામાં આવશે. બિહારમાં જોગબનીથી વિરાટનગરને જોડવાનું કામ શરૂ થઈ ગયું છે. ભૂટાનની હાશિમારા બોર્ડર પર પણ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra Omicron Variant: કોરોનાના એમિક્રોન વેરીઅન્ટથી મહારાષ્ટ્રને કેટલું જોખમ ? સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આપ્યું મહત્વનું નિવેદન

Next Article