કર્ણાટકમાં એક્ટિવ મોડમાં રાહુલ ગાંધી, 3 દિવસના પ્રવાસ દરમિયાન પાર્ટી નેતાઓ સાથે કરશે મિટિંગ

કોંગ્રેસ નેતા હુબલી એરપોર્ટથી બેલગાવી સડક માર્ગે પહોંચશે, જ્યાં તે 'યુવાક્રાંતિ સમાવેશ'ની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્યારબાદ તે બેંગલુરૂ પરત ફરશે, જ્યાં તે રાત્રિરોકાણ કરશે અને આ દરમિયાન પાર્ટી નેતાઓની સાથે તે મિટિંગ કરી શકે છે.

કર્ણાટકમાં એક્ટિવ મોડમાં રાહુલ ગાંધી, 3 દિવસના પ્રવાસ દરમિયાન પાર્ટી નેતાઓ સાથે કરશે મિટિંગ
File Image
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:40 PM

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી એટલે કે 19 માર્ચથી 3 દિવસના કર્ણાટક પ્રવાસ પર છે. અહીં તે કેટલાક કાર્યક્રમમાં હાજરી આપશે. તે બેંગલુરૂ, ઉત્તર કર્ણાટકના જિલ્લા બેલગાવી અને તુમકારૂ જિલ્લાના કુનિગલમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે, જ્યાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

કોંગ્રેસ નેતા હુબલી એરપોર્ટથી બેલગાવી સડક માર્ગે પહોંચશે, જ્યાં તે ‘યુવાક્રાંતિ સમાવેશ’ની તૈયારીઓની સમીક્ષા કરશે. ત્યારબાદ તે બેંગલુરૂ પરત ફરશે, જ્યાં તે રાત્રિરોકાણ કરશે અને આ દરમિયાન પાર્ટી નેતાઓની સાથે તે મિટિંગ કરી શકે છે.

આ પણ વાંચો: ‘ પૂર્વ લદ્દાખમાં LAC પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક’, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- ચીન સાથેના સંબંધો અત્યારે સામાન્ય ન હોઈ શકે

તેના આગામી દિવસે મંગળવારે તે કુનિગલ માટે રવાના થશે, જ્યાં તે ‘પ્રજા ધ્વની’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ તે બેંગલુરૂ પરત ફરશે અને પછી દિલ્હી જવા રવાના થશે. 3 દિવસની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનું સમગ્ર ફોક્સ વધારેમાં વધારે વિધાનસભા સીટ જીતવાની રણનીતિ પર હશે.

કોંગ્રેસને 140-150 સીટ જીતવાની અપેક્ષા

કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ભાજપ સરકારને સત્તા પરથી હટાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જ્યાં પાર્ટી નેતા 224 સીટવાળી વિધાનસભામાં 140-150 સીટ જીતવાની અપેક્ષા રાખી રહ્યા છે. પાર્ટીના રાજ્ય એકમે શાસક ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, જ્યાં તેઓ બસવરાજ બોમાઈ સરકાર પર ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યા છે.

2018માં ભાજપે જીતી 119 સીટ

કર્ણાટકમાં ભાજપ પર આરોપ લાગતો રહે છે કે તેને તોડી-મરોડીને સરકાર બનાવી. જ્યાં 2019માં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પડ્યા બાદ નવી સરકારનું ગઠન થયું હતું અને બીએસ યેદિયુરપ્પા મુખ્યપ્રધાન બન્યા હતા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 119 સીટ જીતી હતી, ત્યારે કોંગ્રેસે 70 અને જેડીએસે 30 સીટ પર કબ્જો કર્યો હતો. બાકી સીટો અન્ય પાર્ટીના ખાતામાં ગઈ. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં NDAની પાસે 120, વિપક્ષની પાસે 102 ધારાસભ્ય છે અને બે સીટ ખાલી છે.