નેપાળ હિંસાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે દેશની Gen Zને આગળ આવવા કહેતા થયો વિવાદ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે X પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, દેશના યુવાનો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર અને વોટ ચોરી સહન કરશે નહીં.

નેપાળ હિંસાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે દેશની Gen Zને આગળ આવવા કહેતા થયો વિવાદ
| Updated on: Sep 19, 2025 | 4:52 PM

X પોસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના યુવાનો (Gen-Z) ની પ્રશંસા કરી, તેમને લોકશાહી અને સંવિધાનનું રક્ષણ કરનારા સાચા “વિંગાર્ડ” ગણાવ્યા છે. આ સંદેશ એવા સમયે આવ્યો છે કે, જ્યારે નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં વિદ્યાર્થી અને યુવા આંદોલનોએ સરકારને પીછેહઠ કરવા પર મજબૂર કરી દીધી.

બીજી તરફ, સમગ્ર દક્ષિણ એશિયામાં યુવાનોની આગેવાની હેઠળનો યુગ જોવા મળી રહ્યો છે. એવામાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ, Gen-Z સંવિધાનને બચાવશે, લોકશાહીનું રક્ષણ કરશે અને મત ચોરી અટકાવશે.” હું હંમેશા તેમની સાથે છું. હવે રાજકીય વિશ્લેષકો માને છે કે, આ ફક્ત ભાવનાત્મક સંદેશ નથી પરંતુ કોંગ્રેસનું એક વ્યૂહાત્મક પગલું છે.

રાહુલ ગાંધીના એક વીડિયોમાં તેઓ યુવાનોને નેપાળની સ્થિતિ વિશે કહી રહ્યા છે કે, કેવી રીતે Gen-Z  ભ્રષ્ટાચાર ની સામે આગળ આવી અને નેપાળમાં તખ્તાપલટ કરી નાખ્યો. નેપાળનું ઉદાહરણ આપી રાહુલ ગાંધીઓે વોટ ચોરી મુદ્દે પણ દેશના યુવાનોને આગળ આવવા આહ્વાન કરતુ ટ્વીટ કર્યુ અને જણાવ્યુ કે તેઓ તેમની સાથે છે.

રાહુલ ગાંધીની ‘X’ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “Gen-Z પરિવારવાદની વિરુદ્ધ છે. પંડિત નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પછી તેઓ રાહુલ ગાંધીને કેમ સહન કરશે?”

નિશિકાંત દુબેએ કહ્યું કે, રાહુલ ગાંધી આ દેશમાં ગૃહયુદ્ધ (Civil War) કરાવવા માંગે છે. તેમણે પોતાની સત્તાવાર ‘X’ પોસ્ટમાં આગળ લખ્યું કે, “તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે, તેઓ તમને કેમ બહાર કાઢતા નથી? તેઓ બાંગ્લાદેશમાં એક ઇસ્લામિક રાષ્ટ્ર અને નેપાળમાં એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ નથી બનાવતા? તમારે દેશ છોડવાની તૈયારી કરવી જોઈએ.”

Gen-Z પહેલીવાર મતદાન કરશે

Gen-Z જે હવે પહેલીવાર મોટી સંખ્યામાં મતદાન કરવા જઈ રહી છે, તે વર્ષ 2025 અને 2026 ની વિધાનસભા ચૂંટણીમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે. કોંગ્રેસના સમર્થકોએ રાહુલ ગાંધીના નિવેદનને યુવાનોમાં સક્રિય રાજકારણ સાથે જોડતો “સંકલ્પ સંદેશ” ગણાવવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન ટીકાકારોએ તેને ફક્ત “પોલિટિકલ પર્સનાલિટી” ગણાવીને ફગાવી દીધી અને કોંગ્રેસની અત્યાર સુધીની યુવા નીતિ પર સવાલ ઉઠાવ્યા. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી, જેમાં “Gen-ZForDemocracy” જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા હતા.

 

સુપ્રીમ કોર્ટને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.