રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો ‘વરદાનરૂપી’ અને આપ્યું ‘વચન’, જાણો કોણ છે મનીષ રાજ?

મનીષ રાજ માટે રાહુલ ગાંધી બન્યા 'દેવદૂત', રાહુલ ગાંધીએ ફરીવાર જનતાની વાહવાહી મેળવી. આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને આપી ખાતરી.

રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો વરદાનરૂપી અને આપ્યું વચન, જાણો કોણ છે મનીષ રાજ?
| Updated on: Apr 15, 2025 | 5:47 PM

રાહુલ ગાંધીએ એક અપંગ વ્યક્તિને હાથ લંબાવ્યો છે. અપંગ વ્યક્તિની વાત કરીએ તો, તેનું નામ મનીષ રાજ છે અને તેમની આર્થિક સ્થિતિ પણ કપરી છે. મનીષ રોજ પોતાના પગ પર ઊભા થઈ શકતા નથી અને એવામાં રાહુલ ગાંધી તેમને એક વચન આપ્યું છે. વચન એમ છે કે, રાહુલ ગાંધી તેમની પુત્રીને શાળામાં એડમિશન મળી રહે તે અંગે મદદ કરશે તેમજ તેને લગતી અન્ય સહાય પણ પૂરી પાડશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે સામાન્ય લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર જરૂરિયાતમંદોને મદદ કરતા હોય છે. આવું જ કઇંક રાહુલ ગાંધીએ ફરીવાર કર્યું છે અને જનતાની વાહવાહી મેળવી છે. તેમણે મનીષ રાજ નામના એક અપંગ યુવકને મદદ કરી છે. મનીષ રાજ પોતાના પગ પર ઊભો રહી શકતો નથી અને તેની આર્થિક સ્થિતિ પણ કફોડી છે.

ગયા મહિને જ મનીષ રાજ રાહુલ ગાંધીને મળવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન મનીષ રાજે રાહુલ ગાંધી પાસે તેમની દીકરીનું એડમિશન થઈ જાય તે અંગેની મદદ માંગી હતી. મનીષ રાજ રાહુલ ગાંધીને મળવા તેમના ઘરે ગયા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ મનીષે તેની આપવીતી રજૂ કરી હતી. મનીષની વાત સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ તેને મંગળવારના દિવસે એટલે કે આજે ફરીથી મળવા બોલાવ્યો હતો. જણાવી દઈએ કે, મનીષ રાજની પુત્રી 8 વર્ષની છે.

આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને એવી ખાતરી આપી છે કે, તેઓ તેમની પુત્રીને સ્કૂલમાં એડમિશન અપાવવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત મનીષને અન્ય જરૂર પડતી બાબતોમાં પણ સહાય કરશે.

દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.