રાફેલ પર ફરીથી તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

|

Aug 29, 2022 | 12:48 PM

સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં પુનઃ તપાસની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલામાં કોર્ટની દખલગીરીનું કોઈ કારણ નથી.

રાફેલ પર ફરીથી તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
SUPREME COURT
Image Credit source: File photo

Follow us on

સુપ્રીમ કોર્ટે  (Supreme Court )રાફેલ મામલામાં પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં તે રિપોર્ટના આધારે પુનઃ તપાસની માંગ કરવામાં આવી હતી જેમાં ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન ( Dassault Aviation) દ્વારા આ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ વકીલ એમએલ શર્મા દ્વારા જાહેર હિતની અરજીમાં, ફ્રાન્સની ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોના આધારે રાફેલ કેસની ફરીથી તપાસની માંગ કરવામાં આવી હતી. ન્યૂઝ પોર્ટલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ,ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલમાં ભારતીય વચેટિયાને મોટી રકમ આપી હતી.

પીઆઈએલને ફગાવી

ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 12:29 pm, Mon, 29 August 22

Next Article