પંજાબના (Punjab) મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) શુક્રવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દિલ્હીની સરહદોથી વિજયી પરત ફરવા પર તેઓનું સ્વાગત કરશે. ખેડૂતો, ખેતમજૂરો અને સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકોની જીત છે અને સમાજના વિવિધ વર્ગોની એકતાએ મોદી સરકારને કઠોર કાળા કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની ફરજ પાડી છે.
મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે લગભગ એક વર્ષ સુધી તેમણે ખેડૂતોની (Farmers Protest) માંગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ ખેડૂતોની જીતને પંજાબમાં ચૂંટણી કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશના ખેડૂતો અને લોકો મોદી સરકાર અને તેના નેતાઓને એક વર્ષથી વધુ સમય સુધી તેમની ધીરજની કસોટી કરવા બદલ ક્યારેય માફ નહીં કરે.
ખેડૂત આંદોલન દરમિયાન 700 થી વધુ ખેડૂતોએ આપ્યું બલિદાન
તેમણે કહ્યું કે આ જીત ખેડૂતો માટે આસાન ન હતી, કારણ કે આંદોલન દરમિયાન 700 થી વધુ ખેડૂતોએ બલિદાન આપ્યું હતું. સીએમ ચન્નીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતો અને મજૂરોની સાથે ઉભી રહી છે અને તેમના ઐતિહાસિક અને સારા કામમાં તેમને શક્ય તમામ મદદ કરી છે. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 350 ખેડૂતોના પરિવારના સભ્યોને સરકારે નોકરીઓ અને નાણાકીય સહાય પૂરી પાડી છે અને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં વળતર આપવામાં આવશે.
Warmest congratulations to all for historic triumph of the farmers’ movement & coercing Centre Govt. to accept all demands of #farmers. The year-long protest signifies a historic victory for our democracy. It is vital to remember martyrs who laid their lives during this struggle.
— Charanjit S Channi (@CHARANJITCHANNI) December 9, 2021
ગુરુવારે, પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રના કૃષિ કાયદા સામે ખેડૂતોની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સીએમ ચન્નીએ ટ્વીટ કર્યું કે ખેડૂતોના આંદોલનની ઐતિહાસિક જીત અને કેન્દ્ર સરકારને ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારવા માટે મજબૂર કરવા બદલ તમામને અભિનંદન. વર્ષભર ચાલુ રહેલો વિરોધ એ આપણી લોકશાહીની ઐતિહાસિક જીતનું પ્રતિક છે. એ મહત્વનું છે કે આપણે એ શહીદોને યાદ કરીએ જેમણે આ સંઘર્ષમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આ પણ વાંચો : મુસાફરી દરમિયાન ટ્રેનમાં જ સામાન ભૂલી જવાય તો તે કેવી રીતે પરત મળશે ? આ રહ્યો તેનો જવાબ
આ પણ વાંચો : આરોગ્ય મંત્રાલય અને એજન્સીઓ રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે: સંસદીય સમિતિ