જલંધરના સંબોધનમાં કેજરીવાલે શાસક પક્ષ પર કર્યા પ્રહાર, નાગરિકોને કહ્યુ ” એક વાર AAP ને મોકો આપીને જુઓ, તમે બધુ ભુલી જશો “

|

Oct 13, 2021 | 4:40 PM

સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, એવું નથી કે ઇન્સ્પેક્ટ રાજ નાબૂદ ન કરી શકાય. પરંતુ ઉપર બેઠેલા લોકોના ખરાબ ઈરાદાને કારણે એ શક્ય બનતુ નથી.

જલંધરના સંબોધનમાં કેજરીવાલે શાસક પક્ષ પર કર્યા પ્રહાર, નાગરિકોને કહ્યુ  એક વાર AAP ને મોકો આપીને જુઓ, તમે બધુ ભુલી જશો
Arvind Kejriwal (File Photo)

Follow us on

Punjab : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  બુધવારે પંજાબના જલંધરમાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ સંબોધન દરમિયાન પંજાબ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો એક પ્રામાણિક મુખ્યમંત્રી હશે, એક પ્રામાણિક મંત્રીમંડળ હશે, તો નીચેનું સમગ્ર માળખું આપમેળે ઠીક થઈ જશે. એવું નથી કે તે ન થઈ શકે, અમે દિલ્હીમાં કરીને બતાવ્યુ છે.

નાગરિકોને કર્યો આ પડકાર

વધુમાં દિલ્હીના મુખ્યપ્રધાને (Delhi Chief Minister) કહ્યું કે, તમામ જૂના કાયદાઓ સુધારવામાં આવશે, જે કાયદાની જરૂર નથી તે તમામ કાયદાઓને નાબૂદ કરવામાં આવશે. એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે જેનાથી ઉદ્યોગોનો (Industry) સમય પણ બગડશે નહિ.તેમજ નાગરિકોને પડકાર આપતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ‘એક વાર આપને તક આપો, હું તમને ખાતરી આપું છું કે તમે બધા પક્ષને ભૂલી જશો.’

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દિલ્હીમાં ઇન્સ્પેક્ટ રાજ બંધ થયુ છે : કેજરીવાલ

ઉપરાંત કેજરીવાલે કહ્યુ કે, ઇન્સ્પેક્ટ રાજ નાબુદ ન થઈ શકે એવુ નથી.પરંતુ તે ઉપર બેઠેલા લોકોના ખરાબ ઈરાદાને કારણે શક્ય બનતુ નથી.ઈમાનદારીથી સરકાર ચલાવવાનું પરિણામ એ આવ્યું કે અમે દિલ્હીમાં(Delhi)  ઇન્સ્પેક્ટ રાજ બંધ કરી દીધું છે. તેમજ રાજ્યમાં વેટ 12.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, તેમ છતાં અમારી આવક 30,000 કરોડથી વધીને 60,000 કરોડ થઈ ગઈ છે. વેપારીને અમે ત્રાસ આપવા માંગતા નથી.

કેજરીવાલે “આરોગ્ય કાર્ડ” આપવાની કરી જાહેરાત

લુધિયાણામાં 30 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો તેમની પાર્ટી આગામી વર્ષે પંજાબ વિધાનસભાની(Punjab Assembly)  ચૂંટણી બાદ સત્તામાં આવશે તો તે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને દવાઓ સાથે “આરોગ્ય કાર્ડ” આપશે. જેથી નાગરિકોને દવાઓ, ઓપરેશન અને પરીક્ષણોમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહિ થાય. ઉપરાંત દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની જેમ રાજ્યમાં 16,000 વોર્ડ ક્લિનિક્સ (Clinic) ખોલવામાં આવશે. હાલની સરકારી હોસ્પિટલોની સ્થિતિ (Hospital Condition) સુધારવામાં આવશે અને નવા મોટા મેડિકલ સેન્ટર ખોલવામાં આવશે. માર્ગ અકસ્માત પીડિતોને પણ વિનામૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી હતી.

કેજરીવાલે પંજાબ સરકાર પર લગાવ્યો આરોપ

કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય સંભાળ (Primary Health Center) કેન્દ્રોમાં યોગ્ય આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાથી પંજાબના લોકોને ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. શાસક કોંગ્રેસ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું હતું કે, લોકોએ કોંગ્રેસ પક્ષને અપેક્ષાઓ સાથે સત્તામાં લાવ્યો હતો, પરંતુ આજે અહીં સરકાર જેવું કંઈ નથી. સરકાર ‘તમાશા’ બની ગઈ છે.

 

આ પણ વાંચો : Jammu Kashmir: અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કરાયો

આ પણ વાંચો : Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

Published On - 4:38 pm, Wed, 13 October 21

Next Article