પંજાબ CM ચન્નીની કેજરીવાલ પર ટીપ્પણી, કહ્યું – અરવિંદ કેજરીવાલ ઉદ્યોગપતિઓને મુર્ખ બનાવે છે

|

Oct 14, 2021 | 11:17 PM

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, કેજરીવાલ બહારના હોવાને કારણે કેજરીવાલને રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે દુર દુર સુહી કોઈ લેવાદેવા નથી

પંજાબ CM ચન્નીની કેજરીવાલ પર ટીપ્પણી,  કહ્યું - અરવિંદ કેજરીવાલ ઉદ્યોગપતિઓને મુર્ખ બનાવે છે
Punjab CM Charanjit Singh Channy says Arvind Kejriwal fools industrialists

Follow us on

PUNJAB : પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ગુરુવારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની નિંદા કરતા કહ્યું કે, તેઓ રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા વચનો આપીને ઉદ્યોગપતિઓને મૂર્ખ બનાવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને તકવાદી ગણાવતા ચન્નીએ કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત આ પગલાથી પંજાબની ચૂંટણીમાં AAPના કન્વીનરને કોઈ ફાયદો થશે નહીં.

તેમણે કહ્યું કે બહારના હોવાને કારણે કેજરીવાલને રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે દુર દુર સુહી કોઈ લેવાદેવા નથી અને તેમની નજર માત્ર એક કે બીજા વિભાગની વોટ બેંક પર છે. ચન્નીએ 2022 પંજાબની ચૂંટણી પહેલા ઉદ્યોગપતિઓને આપવામાં આવેલા ખોટા વચનો અંગે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. પંજાબ સરકારના સંસદીય બાબતોના પ્રધાન બ્રહ્મ મોહિન્દ્રાએ પણ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.

બુધવારે પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ઈમાનદાર મુખ્યમંત્રી હશે, ઈમાનદાર મંત્રીમંડળ હશે, તો હું પડકાર આપી શકું છું કે સરકાનું નીચેનું માળખું આપોઆપ ઠીક થઈ જશે. એવું નથી કે તે ન થઈ શકે, અમે દિલ્હીમાં કર્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે તમામ જૂના કાયદાઓ સુધારવામાં આવશે, જે કાયદાની જરૂર નથી તે તમામ કાયદાઓને નાબૂદ કરવામાં આવશે. એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે જે પહેલાથી અસ્તિત્વમાં છે તે ઉદ્યોગોને સરકાર પર સમય બગાડવાની જરૂર નથી, તેઓએ તેમના કામમાં સમય પસાર કરવો જોઈએ.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તેમણે કહ્યું કે એવું નથી કે ઇન્સ્પેક્ટ રાજ, અફસરશાહી દુર કરી શકાતી નથી. ઉપર બેઠેલા લોકો માત્ર ખરાબ ઈરાદા ધરાવે છે. ઈમાનદારીથી સરકાર ચલાવવાનું પરિણામ એ આવ્યું કે અમે દિલ્હીમાં અફસરશાહી બંધ કરી દીધી. વેટ નિરીક્ષકને ઘરે મુકવામાં આવ્યો છે અને વેટ 12.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, તેમ છતાં અમારી આવક 30,000 કરોડથી વધીને 60,000 કરોડ થઈ ગઈ છે. કોઈ વેપારી ત્રાસ આપવા માંગતો નથી, તે શાંતિથી વેપાર કરવા માંગે છે.

દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો ઉદ્યોગપતિઓએ સુખવિંદર બાદલને તેમની સમસ્યાઓ ઉકેલવા માટે કહ્યું, તો તેઓએ કહ્યું કે તેઓ ચૂંટણી પછી આ કામ કરશે, કેપ્ટન અમરિંદર સિંહને કહ્યું તો તેઓ પણ કહ્યું ચૂંટણી પછી કરશે, એકવાર કેજરીવાલ, આપને એક તક આપો હું તમને ખાતરી આપું છું, કે તમે બધાને ભૂલી જશો.

આં પણ વાંચો : અમિત શાહે કહ્યું, 6 વર્ષથી વધુ કેદની સજા વાળા ગુનામાં ફોરેન્સિક ટીમનું ક્રાઈમ સાઈટ પર નિરીક્ષણ અનિવાર્ય કરવા માંગે છે સરકાર

આ પણ વાંચો : #SeekhengeJeetengeBadhenge : કેસ્ટ્રોલ ઇન્ડિયાએ સુપર મિકેનિક કોન્ટેસ્ટનું ચોથું એડિશન લોન્ચ કર્યું

Next Article