પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

|

Sep 20, 2021 | 12:28 PM

અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન(New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર
punjab cm charanjit singh channi (File Photo)

Follow us on

Punjab: પંજાબના  મુખ્યપ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi)શપથ ગ્રહણ કર્યા છે, સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચરણજીત ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન(New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ત્યારે તેમણે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) પદના શપથ ગ્રહણ કર્યા  છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. 58 વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007 માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા.

રાહુલ ગાંધીએ ચરણજીત ચન્નીને શુભેચ્છા પાઠવી 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સહિત હરીશ રાવત અને અજય માકન પણ ચરણજીત ચન્નીને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.

સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા 

ચરણજીત ચન્નીએ રાજ્યના 17માં મુખ્યપ્રધાન પદના શપથ (Oath) ગ્રહણ કર્યા છે.પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ચરણજીત ચન્નીને મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા છે.સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ રાજ્યના  નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે.

 

આ પણ વાંચો: Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video

આ પણ વાંચો: Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

Published On - 12:02 pm, Mon, 20 September 21

Next Article