PUNE: કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં, લગાવ્યા આ ખાસ પ્રતિબંધ, જાણો કઈ કઈ પ્રવૃત્તિને થશે અસર

|

Feb 21, 2021 | 3:17 PM

PUNE : કોરોનાના કેસો વધતા પ્રશાસન દ્વારા પ્રતિબંધ લગાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

PUNE: કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં, લગાવ્યા આ ખાસ પ્રતિબંધ, જાણો કઈ કઈ પ્રવૃત્તિને થશે અસર

Follow us on

PUNE : વધી રહેલા કોરોનાના કેસોથી પુણેમાં સ્થિતિ બગડી રહી છે. પૂણેમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રશાસન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પુણેમાં સોમવારથી લાગુ કરવામાં આવ્યું છે.જો કે આ સંપૂર્ણ કર્ફ્યું નથી, પણ વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આ લોકડાઉન નથી.

ઉપમુખ્યપ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
મહારાષ્ટ્રના ઉપમુખ્યપ્રધાન અજિત પવારે આજે કાઉન્સિલ હોલમાં કોરોના નિયંત્રણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી દિલીપ વાલસે-પાટીલ, સાંસદ વંદના ચવ્હાણ, વિભાગીય કમિશનર સૌરભ રાવ, કલેક્ટર ડો. રાજેશ દેશમુખ, પુણે મ્યુનિસિપલ કમિશનર વિક્રમ કુમાર, પુણેના મેયર મુરલીધર મોહોલ અને જિલ્લાના તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લામાં પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હોટલ, રેસ્ટોરન્ટ અને ઓફિસો માટે પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

લાગુ કરવામાં આવેલા વિવિધ પ્રતિબંધો
પુણેમાં હોટલ, લોજ, બાર અને રેસ્ટોરન્ટ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સોમવારથી હોટલ, રેસ્ટોરન્ટ અને બાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં અન્ય માટે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.

28 ફેબ્રુઆરી સુધી શાળાઓ, કોલેજો બંધ રહેશે
પુણેમાં 28 ફેબ્રુઆરી સુધીમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ કલાસીસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 50%ની ક્ષમતામાં વર્ગો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી તેમજ સરકારી કાર્યક્રમો તેમજ લગ્ન સમારોહમાં 200 લોકોને જ ભાગ લેવાની છૂટ અપાઈ છે. લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજુરી લેવી પણ ફરજિયાત રહેશે. મંજુરી માટે સિંગલ વિંડો સિસ્ટમ ઉભી કરવામાં આવશે.

 

Next Article