મળતી માહિતી મુજબ મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ કંઇક મોટું કરવાના મૂડમાં છે. મોદી સરકારે જે રીતે 20 મોટા દેશોના ડિપ્લમેટને વિદેશ મંત્રાલયની કચેરીએ બોલાવ્યા, તે જોતા લાગે છે કે મોદી સરકારે આ વખતે પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાની પૂરી તૈયારી કરી લીધી છે.
મોદી સરકારે આ 20 દેશોના મોટા ડિપ્લોમેટ્સ સાથે મળી પાકિસ્તાન વિરુદ્ધ કંઈ પણ એક્શન લેતા પહેલા તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો.
વિદેશ મંત્રાલયની કચેરીમાં જે દેશોના ડિપ્લોમેટ પહોંચ્યા, તેમાં જર્મની, હંગેરી, ઇટાલી, યૂરોપીય યૂનિયન, કૅનેડા, બ્રિટન, રશિયા, ઇઝરાયલ, ઑસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સ્વીડન, સ્લોવાકિયા, ફ્રાંસ, સ્પેન અને ભૂટાનનો સમાવેશ થાય છે.
મોદી સરકારે આ રીતે ડિપ્લોમેટને મળવા બોલાવતા કયાસ કાઢવામાં આવી રહ્યા છે કે સરકાર આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટા એક્શનની તૈયારી કરી રહી છે.
[yop_poll id=1464]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:45 am, Sat, 16 February 19