પુલવામા આતંકી હુમલો : જે રજા માટે તેમણે હોંશે-હોંશે કરી હતી અરજી, તે અરજી જ બની તેમની ઓળખનો આધાર !
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના શબો એવી હાલતમાં હતા કે તેમના ચહેરા કે શરીરથી તેમની ઓળખ કરવી અત્યંત કપરી હતી. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, […]
Follow us on
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોના શબો એવી હાલતમાં હતા કે તેમના ચહેરા કે શરીરથી તેમની ઓળખ કરવી અત્યંત કપરી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે શહીદ જવાનોની ઓળખ તેમના આધાર કાર્ડ, સીઆરપીએફના આઈડી કાર્ડ, પાન કાર્ડ અને તેમના ખિસ્સામાં કે બૅગોમાં રાખેલી રજાની અરજીઓ દ્વારા કરવામાં આવી. કેટલાક શબોની ઓળખ કાંડામાં પહેરેલી ઘડિયાળ કે તેમના પર્સથી થઈ. આ સામાન તેમના સહયોગીઓએ ઓળખ્યા હતાં.
આ કેટલું કરુણ કહેવાય કે જે જવાનોને ભરતી સમયે પોતાની શારીરિક યોગ્યતા સાબિત કરવા માટે અનેક માપદંડોમાંથી પસાર થવું પડે છે, તે જવાનોને આતંકીઓએ એવી અવસ્થામાં લાવી દીધા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ.