AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા

Puducherry : CM એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.

Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા
FILE PHOTO
| Updated on: May 09, 2021 | 11:40 PM
Share

Puducherry : પોંડીચેરીના નવા મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી શપથ લીધાના બે દિવસ બાદ જ કોરોના સંક્રમિત થયા. 9 મે ના દિવસે રવિવારે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રદેશના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી રવિવારે ઈન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હતો. રંગાસ્વામીની તબિયત સ્થિર છે અને તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા Puducherry ના મુખ્યપ્રધાન એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં ભાજપના સભ્યો પણ શામેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરી દક્ષિણ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે અને આ કેન્દ્ર શાસિત પ્રધાન મંત્રીમંડળમાં ભાગીદારી ભાજપના વિસ્તરણને દર્શાવે છે.

પોંડીચેરી કોરોનાના 1633 નવા કેસ બહાર આવ્યા છે 9 મે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ Puducherry માં કોવિડ-19 રોગચાળાએ એક જ દિવસમાં મહત્તમ 26 દર્દીઓનો ભોગ લીધો, જ્યારે 1633 નવા કેસ પણ નોંધાયા હતા. પ્રદેશના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા કેસો આવ્યા બાદ અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 71709 થઈ છે. રાજ્યમાં વધુ 26 દર્દીઓનાં મોત સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં મૃત્યુનો આંક વધીને 965 થઈ ગયો છે. આ અગાઉ 8 મેના રોજ રાજ્યમાં કોરોનાને કારણે એક દિવસમાં મહત્તમ 19 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

પોંડીચેરી ક્ષેત્રમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં પ્રદેશના આરોગ્ય વિભાગ અનુસાર Puducherry ક્ષેત્રમાં 22 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં, જ્યારે કારાઇકલમાં બે,માહે અને યનામમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાંથી 13 અન્ય રોગોથી પણ પીડિત હતા.

પ્રદેશના આરોગ્ય અને કુટુંબ પરિવાર કલ્યાણ સેવાના નિયામક એસ મોહનકુમારે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, 9 મે ના રોજ સવારે 10 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 9022 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 8.56 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં 14034 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1158 દર્દીઓ આ કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 56710 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે? જાણો ડબલ માસ્કની વાસ્તવિકતા

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">