BIMSTEC Summit : 5મી BIMSTEC સમિટ એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે શ્રીલંકા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાંથી હિજરત કરવા મજબૂર થઈ રહ્યા છે. હાલમાં શ્રીલંકા (Srilanka) BIMSTECના અધ્યક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી સપ્તાહે 30 માર્ચ (બુધવાર)ના રોજ યોજાનારી BIMSTEC સમિટમાં ભાગ લેશે. આ સમિટ વર્ચ્યુઅલ મોડમાં થઈ રહી છે. લાંબા સમયથી રાહ જોવાતી BIMSTEC (ધી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) સમિટ, આ મહિનાના અંતમાં શ્રીલંકામાં યોજાઇ રહી છે,
જેનો ઉદ્દેશ બંગાળની ખાડીમાં પ્રાદેશિક એકીકરણ પર રહેશે જ્યાં ચીન તેના પ્રયાસો ચાલુ રાખે છે.
Prime Minister Narendra Modi will be attending the 5th BIMSTEC Summit on 30 March 2022. The summit meeting, which is being held in virtual mode, will be hosted by Sri Lanka, the current BIMSTEC chair.
(file pic) pic.twitter.com/hGum3x4972
— ANI (@ANI) March 26, 2022
BIMSTECએ બંગાળની ખાડીના કાંઠે પ્રાદેશિક દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાળ તેના સભ્ય દેશો છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના પ્રમુખ છે. તેની સ્થાપના 6 જૂન 1997ના રોજ બેંગકોકમાં કરવામાં આવી હતી. 30 માર્ચે યોજાનારી 5મી BIMSTEC સમિટનું આયોજન શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું છે અને તે વર્ચ્યુઅલ મોડમાં થશે. જો કે, જૂથના સાતેય સભ્યો વચ્ચે બેઠક અંગેના તમામ વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જો આ કોન્ફરન્સનું આયોજન ભૌતિક રીતે કરવામાં આવે તો આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે તે મદદરૂપ સાબિત થશે.
છેલ્લી સમિટ 2018 માં નેપાળમાં યોજાઈ હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સભ્ય દેશોના નેતાઓ હાજર હતા. BIMSTECમાં ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે શ્રીલંકા 2021માં સમિટનું આયોજન કરવામાં સક્ષમ ન હતું. જોકે, BIMSTECના વિદેશ મંત્રીઓએ વર્ચ્યુઅલ બેઠક કરી હતી. અને આ પ્રદેશમાં સામાન્ય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે, દેશોના NSA એ એક રોડમેપ તૈયાર કર્યો.