પ્રધાનમંત્રી મોદીએ કરી રોમાનિયાના પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે વ્યક્ત કર્યો આભાર

|

Mar 01, 2022 | 12:05 AM

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે યુક્રેનના પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ કરી રોમાનિયાના પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે વ્યક્ત કર્યો આભાર
Prime Minister Narendra Modi (File Image)

Follow us on

રશિયા-યુક્રેન તણાવ (Russia-Ukraine) વચ્ચે ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે યુક્રેનના પાડોશી દેશોની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે રોમાનિયાના (Romania)  પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત કરી અને ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે આપવામાં આવેલી મદદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ભારતીય નાગરિકોને વિઝા વિના રોમાનિયામાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ભારતમાંથી વિશેષ સ્થળાંતર ફ્લાઇટને મંજૂરી આપવા બદલ તેમની પ્રશંસા કરી.

આ સાથે તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના તેમના વિશેષ દૂત તરીકે રોમાનિયા જવા વિશે પણ પીએમ નિકોલાઈ સિઉકાને જાણ કરી . જ્યાં તેઓ ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સંકલન સ્થાપિત કરશે. વડાપ્રધાને યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને માનવીય સંકટ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત માટે ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા ‘ઓપરેશન ગંગા’

રશિયા યુક્રેન યુદ્ધના પગલે અનેક ભારતીયો ત્યાં ફસાઈ ચૂક્યા છે. જેમને વતન ફરીથી લઈ આવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’  હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત રવિવારે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી 240 ભારતીય નાગરિકોને લઈને આ મિશનની ત્રીજી ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ ચૂકી છે. આ પહેલા પણ રશિયાના હુમલાના કારણે યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બૂડાપેસ્ટથી બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ બનાવ્યા છે, જેથી ભારતીયોને આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે વતન પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :  Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી BAPS સંસ્થા, PM મોદીએ સંસ્થાને ભોજન-રહેઠાણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો

Published On - 11:26 pm, Mon, 28 February 22

Next Article