રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયતમાં સુધાર,આઈસીયુમાંથી ખાસ રૂમમાં શિફ્ટ કરાયા

|

Apr 03, 2021 | 4:02 PM

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. આજે તેમને એઈમ્સના આઈસીયુથી વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર, તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડોક્ટર તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને તેને આરામ કરવાની સલાહ આપી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયતમાં સુધાર,આઈસીયુમાંથી ખાસ રૂમમાં શિફ્ટ કરાયા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( ફાઈલ ફોટો )

Follow us on

દેશના રાષ્ટ્રપતિ Ramnath Kovind  ની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. આજે તેમને એઈમ્સના આઈસીયુથી વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર, તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડોક્ટર તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને તેને આરામ કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિની બાયપાસ સર્જરી 30 માર્ચ 2021 ના ​​રોજ એઇમ્સ દિલ્હીમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ Ramnath Kovind  ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 26 માર્ચ, 2021 ના ​​રોજ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું રૂટિન ચેકઅપ કરાયું હતું. તેની બાદ ડોકટરોએ તેમને વધુ સારવાર માટે એઈમ્સમાં રિફર કર્યા. તેમને 27 માર્ચના બપોરે તેમને એઈમ્સ ખસેડાયા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાષ્ટ્રપતિની સફળ બાયપાસ સર્જરી અંગે એક ટવીટમાં દેશવાસીઓને માહિતી આપી હતી. રાષ્ટ્રપતિની સફળ બાયપાસ સર્જરી અંગે ડોકટરોની ટીમને અભિનંદન આપતાં સંરક્ષણ પ્રધાને લખ્યું કે, ‘સફળ ઓપરેશન માટે હું ડોકટરોની ટીમને અભિનંદન આપું છું. રાજનાથ સિંહે એઈમ્સના ડાયરેક્ટર સાથે રાષ્ટ્રપતિ કોવિંદની તબિયત વિશે વાતચીત કરી હતી. તેમજ તેમની તંદુરસ્તી અને ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી .

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ Ramnath Kovind  ને તાજેતરમાં જ કોરોના રસી પણ મળી હતી. તેણે આર્મી હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તે તેમની પુત્રી સાથે રસી લેવા માટે હોસ્પિટલમાં ગયા હતા. રસી લીધા પછી, તેમણે રસી લેવા યોગ્ય લોકોણે કોરોના રસી લેવા માટે પણ અપીલ કરી. આની સાથે તેમણે સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકવા બદલ તમામ ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.

દેશભરમાં હાલ કોરોનાના સતત વધી રહેલા કહેર વચ્ચે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી સરેરાશ ૬ કરોડથી પણ વધારે કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧ એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીકરણ માટેની મંજુરી આપી દેવામાં આવી છે. તેમજ દેશમાં રસીકરણના અભિયાનને વધુ તેજ કરવા માટે આરોગ્ય મંત્રાલયે કમર કસી છે. તેમજ કહ્યું કે કોરોના રસીકરણ હવે દેશમાં કોઈપણ જાહેર રજા વિના  ચાલુ રહેશે. તેમજ યોગ્યતા પાત્ર લોકો ઝડપથી રસી મુકાવી લે.

Published On - 3:51 pm, Sat, 3 April 21

Next Article