President Election 2022: યશવંત સિંહા બની શકે છે વિપક્ષના ઉમેદવાર, શરદ પવારના ઘરે 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મહત્વની બેઠક

|

Jun 21, 2022 | 12:54 PM

રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022)ની આગામી રણનીતિને લઈને NCP નેતા શરદ પવાર(Sharad Pawar)ના નિવાસસ્થાને 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક ચાલી રહી છે. સીપીઆઈ નેતા ડી રાજા બેઠકમાં હાજરી આપવા માટે પવારના દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા છે.

President Election 2022: યશવંત સિંહા બની શકે છે વિપક્ષના ઉમેદવાર, શરદ પવારના ઘરે 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મહત્વની બેઠક
President Election 2022: Meeting of leaders of 17 opposition parties today

Follow us on

President Election 2022: આગામી રાષ્ટ્રપતિ  (President Election 2022)માટેના ઉમેદવારોના નામ પર દેશમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને બેઠક યોજવા જઈ રહી છે, જ્યારે NCP વડા શરદ પવાર(NCP Leader Sharad Pawar)ના નિવાસસ્થાને વિરોધ પક્ષો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. ત્રણ સંભવિત પ્રમુખપદના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાથી, આગામી મહિને (જુલાઈ 18)ની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારનું નામ નક્કી કરવા માટે વિરોધ પક્ષોના નેતાઓ આજે ફરી દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે. માનવામાં આવે છે કે TMC નેતા યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીની આગામી રણનીતિને લઈને NCP નેતા શરદ પવારના નિવાસસ્થાને 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક ચાલી રહી છે. સીપીઆઈ નેતા ડી રાજા બેઠકમાં હાજરી આપવા માટે પવારના દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા છે. આ સિવાય સીપીઆઈ નેતા સીતારામ યેચુરી પણ પવારના ઘરે પહોંચી ગયા છે. 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પહેલા સોમવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ વિરોધ પક્ષોના નેતાઓની વિનંતીને ફગાવી દીધી હતી.

 ટીએમસીના ઉપાધ્યક્ષ યશવંત સિંહાએ આજે ​​સવારે ટ્વીટ કર્યું અને કહ્યું, “મમતાજીએ મને ટીએમસીમાં જે સન્માન અને પ્રતિષ્ઠા આપી છે તેના માટે હું તેમનો આભારી છું. હવે સમય આવી ગયો છે કે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પક્ષ કરતાં વિપક્ષી એકતા માટે વધુ કામ કરવું જોઈએ.” 

 

Published On - 12:54 pm, Tue, 21 June 22

Next Article