President Election 2022: 43 દિવસ બાદ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા NDA ની સ્થિતિ વિશે જાણો

|

Jun 09, 2022 | 7:07 PM

આ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોની બનેલી ઈલેક્ટોરલ કોલેજના 4809 સભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના (President Ramnath Kovind) અનુગામીની પસંદગી કરશે.

President Election 2022: 43 દિવસ બાદ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા NDA ની સ્થિતિ વિશે જાણો
President Election 2022

Follow us on

આજથી બરાબર 43 દિવસ પછી ભારતને નવા રાષ્ટ્રપતિ મળશે. ચૂંટણી પંચે (Election Commission) આજે રાષ્ટ્રપતિની ચૂંટણીની (President Election) તારીખ જાહેર કરી છે. કમિશને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. જ્યારે ભારતને 21 જુલાઈ સુધીમાં નવા રાષ્ટ્રપતિ મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન હશે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી રીતે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ, વિધાનસભા પરિસરમાં મતદાન થશે. આ દરમિયાન રાજ્યસભાના મહાસચિવ, રિટર્નિંગ ઓફિસર હાજર રહેશે.

આ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોની બનેલી ઈલેક્ટોરલ કોલેજના 4809 સભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ પૂરો થાય છે અને તેના અનુગામીની નિમણૂક તે પહેલા કરવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કુમારે કહ્યું કે ચૂંટણી માટેનું નોટિફિકેશન 15 જૂને બહાર પાડવામાં આવશે. જ્યારે 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે આ ટોચના બંધારણીય પદ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.

NDA ની સ્થિતિ શું છે

આ જાહેરાત ચૂંટણીને રસપ્રદ બનાવી શકે છે. NDAને હાફવે માર્ક સુધી પહોંચવા માટે માત્ર 1.7% મતોની જરૂર છે. ઈલેક્ટોરલ કોલેજના મતોનું કુલ મૂલ્ય 10,98,882 છે. બહુમતી સુધી પહોંચવા માટે 5,49,442 મતોની જરૂર છે. NDA ગઠબંધન પાસે 5,31,442 મત છે, જે લગભગ 48.3% મત છે. ભાજપ માટે, બાકીના 1.7% માટે લડાઈ છે. એવું લાગે છે કે તેઓ હાફવે માર્કને સરળતાથી પાર કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પક્ષોને ‘વ્હીપ’ જાહેર કરવાની મંજૂરી નથી

લોકસભા અને રાજ્યસભા તેમજ અનેક રાજ્યોની વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની તાકાતને જોતાં, પાર્ટી આગામી ચૂંટણીઓમાં તેના ઉમેદવારની જીત સરળતાથી સુનિશ્ચિત કરવાની સ્થિતિમાં છે. કુમારે કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મતદાન અને મતગણતરી દરમિયાન કોવિડ સંબંધિત તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષને કોઈપણ પ્રકારનો વ્હીપ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કુમારે જણાવ્યું હતું કે નામાંકન પત્રોની ચકાસણી 30 જૂને થશે અને નામાંકન પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 2 જુલાઈ હશે. જો જરૂરી હોય તો 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈએ મતગણતરી થઈ શકે છે.

રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે ?

ભારતમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાંસદો અને ધારાસભ્યો મતદાન કરે છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની દેખરેખ હેઠળ થાય છે. હવે પ્રશ્ન એ છે કે ઈલેક્ટોરલ કોલેજ શું છે? તેમાં ઉપલા અને નીચલા ગૃહોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. આંકડાઓની વાત કરીએ તો આ ચૂંટણીમાં 4 હજાર 896 મતદારો હશે. જેમાં તમામ રાજ્યોના 543 લોકસભા અને 233 રાજ્યસભા સાંસદો, 4 હજાર 120 ધારાસભ્યો સામેલ છે.

Next Article