President Election 2022: ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી, 18 જુલાઈના રોજ થશે મતદાન

|

Jun 09, 2022 | 6:32 PM

દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (Ram Nath Kovind) કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. અગાઉ, રાષ્ટ્રપતિની ચૂંટણી વર્ષ 2017માં 17 જુલાઈએ યોજાઈ હતી.

President Election 2022: ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી, 18 જુલાઈના રોજ થશે મતદાન
President Elections

Follow us on

ચૂંટણી પંચ ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના ઈલેક્ટોરલ કોલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. અગાઉ, રાષ્ટ્રપતિની ચૂંટણી વર્ષ 2017માં 17 જુલાઈએ યોજાઈ હતી. જ્યારે 20 જુલાઈના રોજ મતગણતરી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહત્વની તારીખો જાહેર કરી

સૂચના- 15મી જૂન

નોંધણી – 29 જૂન સુધીમાં

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચૂંટણી – 18 જુલાઈ

પરિણામ – 21 જુલાઈ

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. કમિશને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. જ્યારે ભારતને 21 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળશે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન હશે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ પદ માટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ, વિધાનસભા પરિસરમાં મતદાન થશે. આ દરમિયાન રાજ્યસભાના મહાસચિવ, રિટર્નિંગ ઓફિસર હાજર રહેશે.

પક્ષોને ‘વ્હીપ’ જાહેર કરવાની મંજૂરી નથી

લોકસભા અને રાજ્યસભા તેમજ અનેક રાજ્યોની વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની તાકાતને જોતાં, પાર્ટી આગામી ચૂંટણીઓમાં તેના ઉમેદવારની જીત સરળતાથી સુનિશ્ચિત કરવાની સ્થિતિમાં છે. કુમારે કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મતદાન અને મતગણતરી દરમિયાન કોવિડ સંબંધિત તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષને કોઈપણ પ્રકારનો વ્હીપ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કુમારે જણાવ્યું હતું કે નામાંકન પત્રોની ચકાસણી 30 જૂને થશે અને નામાંકન પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 2 જુલાઈ હશે. જો જરૂરી હોય તો 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈએ મતગણતરી થઈ શકે છે.

રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે ?

ભારતમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેમાં સાંસદો અને ધારાસભ્યો મતદાન કરે છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની દેખરેખ હેઠળ થાય છે. હવે પ્રશ્ન એ છે કે ઈલેક્ટોરલ કોલેજ શું છે? તેમાં ઉપલા અને નીચલા ગૃહોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. આંકડાઓની વાત કરીએ તો આ ચૂંટણીમાં 4 હજાર 896 મતદારો હશે. જેમાં તમામ રાજ્યોના 543 લોકસભા અને 233 રાજ્યસભા સાંસદો, 4 હજાર 120 ધારાસભ્યો સામેલ છે.

Published On - 3:25 pm, Thu, 9 June 22

Next Article