Cyclone Tauktae ને પહોંચી વળવા તૈયારીઓ, કેબિનેટ સચિવે કરી ખાસ બેઠક, કોરોના કાળમાં હોસ્પિટલો પર ખાસ નજર

|

May 16, 2021 | 11:03 PM

Cyclone Tauktae ને પહોંચી વળવા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે . આ વાવાઝોડું 'ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન'માં ફેરવાઈ રહ્યું છે. જેના પગલે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) સાથે પણ બેઠક યોજી હતી.

Cyclone Tauktae ને પહોંચી વળવા તૈયારીઓ, કેબિનેટ સચિવે કરી ખાસ બેઠક, કોરોના કાળમાં હોસ્પિટલો પર ખાસ નજર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Cyclone Tauktae ને પહોંચી વળવા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે . આ વાવાઝોડું ‘ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન’માં ફેરવાઈ રહ્યું છે. જેના પગલે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) સાથે પણ બેઠક યોજી હતી. Cyclone Tauktae ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ તેમજ લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જોખમ બનશે. ગોવામાં વધારે  નુકશાન થયું છે. હાલમાં Cyclone Tauktae ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યાં તેની પવનની ગતિ વધુ વધી જશે.રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) સાથે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા દ્વારા રવિવારે મળેલી બેઠકમાં આ રાજ્યોના મુખ્ય સચિવો અને સલાહકારો જોડાયા હતા.

કોવિડ સેન્ટરો, હોસ્પિટલો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે
મીટિંગમાં ગૌબાએ સ્પષ્ટ કહ્યું કે એનસીએમસીનું મુખ્ય લક્ષ્ય ઓછામાં ઓછી જાનહાનિ અને નુકસાનને ઓછું કરવાની છે. ચક્રવાતનું આ સંકટ કોરોના સમયગાળામાં આવ્યું છે. તેથી કોરોનાની સારવાર આપતી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર યોગ્ય રીતે કાર્ય કરે તેની પર નજર રાખવી પડશે અને જરૂરી મદદ પણ કરવી પડશે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ કહ્યું છે કે અસરગ્રસ્ત રાજ્યોમાં 79 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ માટે 22 અન્ય ટીમોને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જહાજો અને વિમાનો સાથે આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની રાહત અને બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Cyclone Tauktae ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન ​​માં ફેરવાઈ ગયું છે અને ગુજરાત કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા (આઈએમડી) એ રવિવારે કહ્યું, આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને 17 મે ની સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે અને તે 18 મેથી પોરબંદર અને મહુવાના (ભાવનગર જિલ્લામાં) વચ્ચેથી પસાર થશે.

આઇએમડીએ કહ્યું કે તેણે ગુજરાત અને દમણ અને દીવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર, 18 મે સુધીમાં પવનની ગતિ વધીને 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે થવાની સંભાવના છે. જ્યારે પવનની ગતિ કેટલાક સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

આઇએમડીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા અને આજુબાજુના કર્ણાટકના દરિયાકાંઠે પવનની ગતિ 70-80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે અને 16 મેના રોજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ગતિ 40-50 થી 60 કિ.મી. કલાક દીઠ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે પવનની ગતિ મહારાષ્ટ્રના દરિયાકાંઠે 17 મેથી 18 મેની સવારથી 65-75 કિમીથી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) અને દેવભૂમિ, દ્વારકા, જામનગર અને ભાવનગર જિલ્લામાં પવન 150-160 થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. 18 મેના રોજ પવનની ગતિ 120-150 થી 165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે દરિયામાં લગભગ ત્રણ મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. જ્યારે દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, ભાવનગર, અમદાવાદ, આણંદ અને સુરતમાં વાવાઝોડા દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

Published On - 5:36 pm, Sun, 16 May 21

Next Article