દટાયેલા હીરા માટે આ જંગલના 2.15 લાખ વૃક્ષોનું નિકંદન, જંગલ બચાવવા લોકોએ લોહીથી લખ્યો પત્ર

|

Jun 18, 2021 | 4:39 PM

છતરપુર (Chhatarpur) જિલ્લાના બક્સવાહાની (Buxwaha) બંદર હીરાની ખાણ (diamond mine) માટે મોટી સંખ્યામાં જંગલો કાપવામાં આવી રહ્યા છે. જેમાં દેશભરના લોકો જોડાઈ રહ્યા છે.

દટાયેલા હીરા માટે આ જંગલના 2.15 લાખ વૃક્ષોનું નિકંદન, જંગલ બચાવવા લોકોએ લોહીથી લખ્યો પત્ર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મધ્યપ્રદેશ (madhya pradesh) તે રાજ્યોમાં આવે છે જે તેમના વન વિસ્તાર માટે પ્રખ્યાત છે, પરંતુ હવે ધીરે ધીરે રાજ્યમાં વિકાસના નામે જંગલો કાપવામાં આવી રહ્યા છે. છતરપુર (Chhatarpur) જિલ્લાના બક્સવાહાની (Buxwaha) બંદર હીરાની ખાણ (diamond mine) માટે મોટી સંખ્યામાં જંગલો કાપવામાં આવી રહ્યા છે. તેનો વિરોધ હવે સ્થાનિક સ્તરે વધી રહ્યો છે. હકીકતમાં, સરકાર આ જંગલના 2.15 લાખ વૃક્ષોને 3.42 કરોડ કેરેટ હીરા માટે કાપવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં જંગલ બચાવવા આંદોલન શરૂ કરાયું છે.

આ આંદોલનમાં દેશભરના લોકો ભાગ લઇ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર Save Buxwaha Forest campaign પણ ચલાવી રહ્યા છે. અહેવાલો અનુસાર અંદોલનમાં 50 થી વધુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે. કોરોનાના આ સમયને જોઇને લોકો હવે જંગલ બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.

હીરા માટે જંગલનું બલિદાન

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

એક અંદાજ મુજબ બક્સવાહાના જંગલની જમીનમાં 3.42 કરોડ કેરેટના હીરા દબાયેલા છે. આ હીરા કાઢવા માટે સરકાર 382.131 હેક્ટર જંગલનું બલિદાન આપતા અચકાઈ નથી રહી. વન વિભાગે આ જમીન પરના વૃક્ષોની ગણતરી કરી છે, જે 2 લાખ 15 હજાર 875 છે. હીરા કાઢવા માટેના આ કામમાં કહેવાઈ રહ્યું છે કે કંપની 2500 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે.

આદિત્ય બિરલા ગ્રુપ પાસે લીઝ પર જમીન

બંદર ડાયમંડ પ્રોજેક્ટ અંતર્ગત આ સ્થળનો સર્વે 20 વર્ષ પહેલા શરૂ થયો હતો. બે વર્ષ પહેલા રાજ્ય સરકારે આ જંગલની હરાજી કરી હતી. સૌથી વધુ બોલી આદિત્ય બિરલા ગ્રુપના એસેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે લગાવી હતી. જે બાદ રાજ્ય સરકારે આ કંપનીને 50 વર્ષ માટે લીઝ પર આ જમીન આપી હતી. હવે કંપનીએ જંગલમાંથી હીરા કાઢવા માટે 62.64 હેક્ટર વિસ્તારની ઓળખ કરી છે. કંપની આ કામમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

લોહીથી લાખો પત્ર

આ જંગલને બચાવવા માટે સંસ્થાઓ, કેટલાક નેતાઓ અને સ્થાનિકો આગળ આવ્યા છે. બુંદેલખંડના લોકો મધ્યપ્રદેશના બક્સવાહ જંગલને બચાવવા માટે એકઠા થયા છે. બુન્દેલી સમાજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવનારા અન્ના હજારેને લોહીથી લખીને પત્ર પણ મોકલ્યો છે. બુન્દેલી સમાજના કન્વીનર તારા પાટકરે પત્રમાં કહ્યું છે કે તમને પત્ર લખવાની ફરજ પડી રહી છે. કૃપા કરી બુંદેલખંડના કિંમતી જંગલ બક્ષવાહને બચાવવા અમારી મદદ કરો.

હાઈકોર્ટે માંગ્યો જવાબ

મધ્યપ્રદેશ હાઈકોર્ટે બક્સવાહમાં હીરાના ખાણકામ માટેના વૃક્ષો કાપવાની મંજૂરીના મામલામાં ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, તેમજ આદિત્ય બિરલા જૂથની એસેલ માઇનિંગ કંપની અને અન્ય પક્ષોને સમન્સ પાઠવ્યું છે.

Next Article