કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના સુર બદલાયા, કહ્યું ‘કોંગ્રેસને કોઈ PK ની જરૂર નથી, પાર્ટી સક્ષમ છે’

|

Apr 29, 2022 | 9:25 AM

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કહ્યું કે તેઓ પાર્ટીમાં કોઈ ભૂમિકા ઈચ્છતા નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે એક વખત ભવિષ્ય માટેની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય તે પછી પાર્ટી તેનો યોગ્ય રીતે અમલ કરે.

કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના સુર બદલાયા, કહ્યું કોંગ્રેસને કોઈ PK ની જરૂર નથી, પાર્ટી સક્ષમ છે
Prashant Kishor(File Photo)

Follow us on

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ કમર કસી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોઈએ તો કોંગ્રસની ‘એક સાંધે..ત્યાં તેર તુટે…’ જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઈનકાર કરતા પાર્ટીની(Congress Party)  મુશ્કેલી વધી છે. જો કે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના (Prashant Kishor)  સુર બદલાયેલા જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયા ટુડે વેબસાઈટ સાથેના એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, “કોંગ્રેસનું નેતૃત્વ અને હું પાર્ટીની ભાવિ યોજનાને લઈને ઘણી બાબતો પર સહમત છીએ, પરંતુ તેઓ પોતાની રીતે કરી શકે છે, તેમની પાસે ઘણા મોટા નેતાઓ છે. તેમને મારી જરૂર નથી. તેણે ઓફર કરી અને મેં ના કહ્યું.” વધુમાં તેમણે કહ્યું કે તેઓ પાર્ટીમાં કોઈ ભૂમિકા ઈચ્છતા નથી પરંતુ માત્ર એટલું જ ઈચ્છે છે કે એક વખત ભવિષ્ય માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ જાય પછી તેને લાગુ કરવામાં આવે.

PK તો ન જોડાયા પરંતુ પાર્ટીમાં આવ્યો આ બદલાવ

પ્રશાંત કિશોરે કહ્યું, હું તેમને જે કહેવા માંગતો હતો તે મેં કર્યું. 2014 પછી પહેલીવાર પાર્ટીએ તેના ભાવિની આટલી સંરચિત રીતે ચર્ચા કરી છે, પરંતુ મને એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ વિશે થોડી શંકા હતી, તેઓ ઈચ્છતા હતા કે હું તેનો એક ભાગ બનું, જે ફેરફારોને અમલમાં મૂકવાની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે, અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે તે એક વાઇબ્રન્ટ સંગઠન(Vibrant Organization)  છે અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યા બાદ તેની બારીઓ અને દરવાજા સૂચનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી હતી ઓફર

પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ પણ કહ્યું કે કિશોરે કોંગ્રેસના યજ્ઞમાં શા માટે ભાગ લેવાનો ઇનકાર કર્યો તે તેઓ પોતે જ સમજાવી શકે છે. પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસમાં જોડાવાની પાર્ટી નેતૃત્વની ઓફરને ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટીને જે માળખાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેને દૂર કરવા માટે નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિ તેમના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને કોંગ્રેસના પ્રિવિલેજ વર્કિંગ ગ્રુપ-2024નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Next Article