5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં (Congress) ફરી એકવાર પરિવર્તનની માંગ ઉઠવા લાગી છે. દરમિયાન ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસને પુન:ર્જીવિત માટે મહત્વનો પ્લાન તૈયાર કર્યો છે. ન્યૂઝ9એ કોંગ્રેસને પુન:ર્જીવિત કરવા માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવેલી કેટલીક મુખ્ય ભલામણો વિશે માહિતી મેળવી છે. પ્રશાંત કિશોરે સૂચવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ બિન-ગાંધી પરિવારમાંથી હોવો જોઈએ. તેઓ સૂચવે છે કે સોનિયા ગાંધી યુપીએ પ્રમુખ તરીકે ચાલુ રહી શકે છે અને રાહુલ ગાંધી સંસદમાં પક્ષ અને નેતાઓનું નેતૃત્વ કરી શકે છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ બિન-ગાંધી હોવા જોઈએ. તેમણે કોંગ્રેસ પાર્ટી માટે ‘ઈન્ડિયા ડિઝર્વ્સ બેટર’ જેવા અભિયાનનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
કોંગ્રેસને પુન:ર્જીવિત કરવા માટે પ્રશાંત કિશોર દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના ‘નટરાજ’થી પ્રેરિત છે. નટરાજ એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે, જેને બ્રહ્માંડના સર્જક, સંરક્ષક અને વિનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશાંત કિશોરે સૂચન કર્યું છે કે કોંગ્રેસે પોતાની જાતને ફરીથી બનાવવા માટે 6 મૂળભૂત ઠરાવો લેવા પડશે. પ્રશાંત કિશોરે તેમની ભલામણમાં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ હવે લોકતાંત્રિક સંગઠન નથી. પ્રશાંત કિશોરે કહ્યું છે કે 65 ટકા જિલ્લા પ્રમુખો અને 90 ટકા બ્લોક પ્રમુખોએ કોંગ્રેસ અધ્યક્ષ કે મહાસચિવ સાથે કોઈ બેઠક કરી નથી.
તેમનું કહેવું છે કે છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય સ્તરની સદસ્યતા અભિયાન નહતું. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં યુવાનોની ભાગીદારી વધારવાના પણ સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે CWCના 66 સભ્યોમાંથી માત્ર 2 સભ્યોની ઉંમર 45 વર્ષથી ઓછી છે. કોંગ્રેસની ડૂબતી નાવને બચાવવા માટે પ્રશાંત કિશોરે કરેલી ભલામણો અનુસાર કોંગ્રેસનો પાયો તો એ જ રહેશે પણ તેને નવો અવતાર મળશે. પ્રશાંત કિશોરે સુધારાની પ્રક્રિયા શરૂ કરવા માટે 5 પગલાં લેવાની ભલામણ કરી છે. તેઓ સૂચવે છે કે ગઠબંધનનો કોયડો ઉકેલ્યા પછી કોંગ્રેસ નેતૃત્વએ પણ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર પડશે.
પ્રશાંત કિશોરે એવું પણ સૂચન કર્યું છે કે કોંગ્રેસને પુન:ર્જીવિત કરવા માટે તેણે તેના સ્થાપક સિદ્ધાંતોને ફરીથી અપનાવવા પડશે. આ સાથે જમીની સ્તરના કાર્યકરોની ફોજ પણ બનાવવી પડશે. તેમના સૂચનમાં મીડિયા અને ડિજિટલ પ્રમોશનનું કામ પણ સામેલ છે. પ્રશાંત કિશોરે એવી પણ ભલામણ કરી હતી કે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ટક્કર આપવા માટે મજબૂત નેતાઓ સાથે શેડો કેબિનેટ બનાવવું જોઈએ.
પ્રશાંત કિશોરે એવું પણ સૂચન કર્યું છે કે યુપીએ 3 બનાવવા અથવા એકલા જવાને બદલે કોંગ્રેસે કોંગ્રેસ પ્લસની શોધ કરવી પડશે. તેમણે ભલામણ કરી કે કોંગ્રેસે એવા નેતાઓ અને પ્રાદેશિક સંગઠનો સાથે હાથ મિલાવવો જોઈએ જેમણે રાજ્યમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે એક પરિવાર એક ટિકિટ, કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસ કાર્યકારી સમિતિનો નિશ્ચિત કાર્યકાળ અને આંતરિક ચૂંટણીઓમાં ચાલાકી અટકાવવા જેવા આંતરિક સુધારાની પણ ભલામણ કરી હતી. આ યોજનામાં કોંગ્રેસ પાર્ટીના એક કરોડ જમીની સ્તરના કાર્યકરોને જોડવાનું કામ પણ સામેલ છે, જેમાંથી 50 લાખ જમીની સ્તરના કાર્યકરો હશે અને બાકીના ચૂંટણી દળોના રૂપમાં હશે.
પ્રશાંત કિશોરે સૂચન કર્યું છે કે કોંગ્રેસે મુખ્ય પ્રવાહના મીડિયાથી દૂર રહેવું જોઈએ. તેમનું સૂચન છે કે કોંગ્રેસે એક શક્તિશાળી ડિજિટલ આર્મી બનાવવી જોઈએ, જે ભાજપને ટક્કર આપી શકે. તેમણે ભલામણ કરી હતી કે કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે 30 કરોડ મતદારોને સાથે લાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
આ પણ વાંચો: CUET 2022 Marking Scheme: CUET પરીક્ષાના નિયમોમાં થયો આ ફેરફાર, NTAએ જાહેર કરી નોટિસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો