Modi Cabinet 3.0: ગૃહ-રક્ષા-વિદેશ મંત્રાલય પર રહ્યો ભાજપનો દબદબો, જાણો મોદી 3.0 કેબિનેટમાં કોને શું જવાબદારી મળી

|

Jun 10, 2024 | 8:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

Modi Cabinet 3.0: ગૃહ-રક્ષા-વિદેશ મંત્રાલય પર રહ્યો ભાજપનો દબદબો, જાણો મોદી 3.0 કેબિનેટમાં કોને શું જવાબદારી મળી
Modi Cabinet 3.0

Follow us on

Portfolio Allocation In New Modi Cabinet: મોદી સરકાર 3.0 ના શપથ લીધા બાદ હવે દરેકની નજર પોર્ટફોલિયોના વિતરણ પર છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કયા મંત્રીને કેટલો હિસ્સો મળે છે તે જોવું રહ્યું. તમને જણાવી દઈએ કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે.

નવી કેબિનેટમાં કોને શું મળ્યું?

1. રાજનાથ સિંહ- સંરક્ષણ મંત્રી

2. અમિત શાહ- ગૃહ મંત્રી અને સહકાર મંત્રી

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

3. નીતિન જયરામ ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી

4. જેપી નડ્ડા- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી

5. શિવરાજ સિંહ ચૌહાણ- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી

6. નિર્મલા સીતારમણ- નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી

7. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર- વિદેશ મંત્રી

8. મનોહર લાલ- આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને પાવર મંત્રી

9. એચડી કુમારસ્વામી- ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી

10. પીયૂષ ગોયલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

11. ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રી

12. જીતનરામ માંઝી- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી

13. રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ- પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી

14. સર્બાનંદ સોનોવાલ- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી

15. ડૉ. વીરેન્દ્ર કુમાર- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી

16.રામમોહન એન કિંજરપુ- નાગરિક ઉડ્ડયન મંત્રી

17. પ્રહલાદ જોશી-  ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી.

18. જુઅલ ઓરામ- આદિજાતિ બાબતોના મંત્રી

19. ગિરિરાજ સિંહ- કાપડ મંત્રી

20. અશ્વિની વૈષ્ણવ- રેલ્વે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી

21. જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા- સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી

22. ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી

23. ગજેન્દ્ર સિંહ શેખાવત- સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી

24. અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળ વિકાસ મંત્રી

25. કિરેન રિજિજુ- સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન

26. હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

27. ડૉ. મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી

28. જી. કિશન રેડ્ડી- કોલસા મંત્રી અને ખાણ મંત્રી

29. ચિરાગ પાસવાન- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી

30. સી.આર. પાટીલ- જળ શક્તિ મંત્રી

રાજ્યના મંત્રીઓને આ વિભાગો મળ્યા

1. જિતિન પ્રસાદ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

2. શ્રીપદ યેસો નાઈક- ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી

3. પંકજ ચૌધરી- નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી

4. કૃષ્ણ પાલ- સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

5. રામદાસ આઠવલે- મંત્રાલયમાં રાજ્ય મંત્રી

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)ને આ વિભાગો મળ્યા

1. રાવ ઈન્દ્રજીત સિંહ– આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

2. ડૉ. જિતેન્દ્ર સિંહ– વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, રાજ્યમાં રાજ્ય મંત્રી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારતમાં અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી.

3. અર્જુન રામ મેઘવાલ– કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

4. જાધવ પ્રતાપરાવ ગણપતરાવ– આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

5. જયંત ચૌધરી– કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

જુઓ સંપૂર્ણ મંત્રી મંડળની યાદી:

પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવને આ વિભાગો મળ્યા છે

પીયૂષ ગોયલને વાણિજ્ય મંત્રાલય મળ્યું છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

હરદીપ સિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય

હરદીપ સિંહ પુરીને ફરીથી પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગિરિરાજ સિંહને કાપડ મંત્રાલય આપવામાં આવ્યું છે.

જેપી નડ્ડાને સ્વાસ્થ્ય જ્યારે સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ અને દૂરસંચાર મંત્રાલય.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ અને દૂરસંચાર મંત્રાલય આપવામાં આવ્યું છે.

પ્રહલાદ જોશીને ફૂડ, કન્ઝ્યુમર અને રિન્યુએબલ એનર્જી

આ વખતે પ્રહલાદ જોશીનો વિભાગ બદલવામાં આવ્યો છે. આ વખતે તેમને ફૂડ, કન્ઝ્યુમર અને રિન્યુએબલ એનર્જી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું

રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું છે. અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય રવનીત સિંહ બિટ્ટુને લઘુમતી બાબતોના વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે સુરેશ ગોપી અને રાવ ઈન્દ્રજીત સિંહને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

સી.આર.પાટીલ જલશક્તિ અને ધર્મેન્દ્ર શિક્ષણ પ્રધાન

સીઆર પાટીલને જલ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.

જીતનરામ માંઝીને MSME વિભાગ

હિન્દુસ્તાન અવમ મોરચાના એકમાત્ર સાંસદ અને મોદી કેબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય (79) જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શોભા કરંદલાજેને આ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

રાજનાથ સિંહ ફરી રક્ષા મંત્રી બન્યા

લખનૌથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને ફરી એકવાર સંરક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

શિવરાજ સિંહ પાસે બે વિભાગોની જવાબદારી પણ છે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

નાણા મંત્રાલયનો કાર્યભાર ફરી નિર્મલાસીતારણના ફાળે

નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

અમિત શાહને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય

અમિત શાહને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય, અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. વૈષ્ણવ મોદી સરકારના બીજા કાર્યકાળમાં રેલવે મંત્રી હતા.

મનોહર લાલ ખટ્ટરને ઊર્જા અને શહેરી વિકાસ મંત્રાલય

મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે.

અશ્વિની વૈષ્ણવને ફરીથી રેલવે મંત્રી તથા જયશંકર વિદેશ મંત્રી રહેશે

રેલવેમાં વિકાસની નવી ગાથા લખનાર અશ્વિની વૈષ્ણવને ફરીથી રેલવે મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નિતિન ગડકરી ફરી બન્યા પરિવહન મંત્રી

મોદી 3.0માં નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય તમટા અને એક હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ સહિતના મોટા નેતાઓ હાજર

મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. ત્રીજા કાર્યકાળની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં ભાજપના તમામ મોટા નેતાઓ હાજર છે, તેમા રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સામેલ હોવાની વાત સામે આવી છે. જેપી નડ્ડા પણ આ વખતે કેબિનેટમાં સામેલ છે. અત્યાર સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ ઉપરાંત મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ વગેરે પણ હાજર છે.

Published On - 6:54 pm, Mon, 10 June 24

Next Article