Political Party Fund: રાજકીય પક્ષોને 2019-20માં મળ્યા 3400 કરોડના ચૂંટણી બોન્ડ, 4 પાર્ટી પાસે જ 87 ટકા ફંડ: ADR રીપોર્ટ

|

Aug 27, 2021 | 4:49 PM

નાણાંકીય વર્ષ 2019-20 માં ચાર રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપીને તેમની કુલ આવકમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન સ્વરૂપે 62.92 ટકા રકમ એટલે કે 2993.82 કરોડ રૂપિયા મળ્યા છે

Political Party Fund: રાજકીય પક્ષોને 2019-20માં મળ્યા 3400 કરોડના ચૂંટણી બોન્ડ, 4 પાર્ટી પાસે જ 87 ટકા ફંડ: ADR રીપોર્ટ
ADR Report on Political Party Fund

Follow us on

Political Party Fund: વિવિધ રાજકીય પક્ષોએ 2019-20માં 3,429.56 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ્સ રિડીમ કર્યા છે, જેમાં ચાર પક્ષો-ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 87.29 ટકા મળ્યા છે. ચૂંટણી અધિકારો સાથે જોડાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20માં ભાજપે કુલ આવક 3623.28 કરોડ રૂપિયા જાહેર કરી હતી પરંતુ પાર્ટીએ માત્ર 45.57 ટકા એટલે કે 1651.02 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષમાં કોંગ્રેસ પાર્ટીની કુલ આવક 682.21 કરોડ રૂપિયા હતી અને તેણે 998.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ રીતે, કોંગ્રેસ પાર્ટીએ આવક કરતાં 46.31 ટકા વધુ ખર્ચ કર્યો. તૃણમૂલ કોંગ્રેસે નાણાકીય વર્ષ 2019-20માં 143.67 કરોડ રૂપિયા કમાયા અને 107.27 કરોડ રૂપિયા ખર્ચ્યા, જે કુલ આવકના 74.67 ટકા છે.

ADR ના નવા રિપોર્ટ અનુસાર

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ADR દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજીના જવાબમાં વહેંચવામાં આવેલા SBI ના ડેટા મુજબ, વિવિધ રાજકીય પક્ષોએ 2019-20માં 3,429.56 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ્સને રોકડ કરી દીધા છે જેમાં ચાર રાષ્ટ્રીય પક્ષો- ભારતીય જનતા પાર્ટી (BJP) , કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ને 87.29 ટકા રકમ મળી છે. ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને મળેલા 2555 કરોડ એડીઆર મુજબ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20માં 3441.32 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ જાહેર કર્યા.

રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી બોન્ડ અને છૂટા કરાયેલા બોન્ડ વચ્ચેનો તફાવત આ પક્ષો જે રીતે ઓડિટ રિપોર્ટ્સની જાણ કરે છે તેના કારણે હોઈ શકે છે. ADR એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સાત રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, NCP, BSP, CPI, CPI (M) એ સમગ્ર ભારતમાંથી 4758.20 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20 માં ચાર રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપીને તેમની કુલ આવકમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન સ્વરૂપે 62.92 ટકા રકમ એટલે કે 2993.82 કરોડ રૂપિયા મળ્યા છે. ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 2555 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા, કોંગ્રેસને 317.86 કરોડ રૂપિયા, તૃણમૂલ કોંગ્રેસને 100.46 કરોડ રૂપિયા અને એનસીપીને 20.50 કરોડ રૂપિયા મળ્યા.

Next Article