અત્યાર સુધી આ આતંકી હુમલા અંગે માત્ર તપાસો જ ચાલી રહી હતી, પરંતુ પહેલી વાર પોલીસે કાર્યવાહી કરતા કાવતરાની શંકા હેઠળ 7 લોકોને અટકાયતમાં લઈ લીધા છે. આ શંકાસ્પદોની તપાસ એજંસીઓ પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી હુમલાનું કાવતરું ત્રાલમાં રચાયુ હતું. ત્રાલ એ જ વિસ્તાર છે કે જ્યાં વર્ષ 2016માં હિઝ્બુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પુલવામામાં અવંતિપોરા તથા તેના આસપાસના કેટલાક વિસ્તારોમાંથી 7 લોકોની અટકાયત કરાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હુમલાનો આખો પ્લાન એક પાકિસ્તાની નાગરિક કામરાને બનાવ્યો હતો કે જે જૈશ એ મોહમ્મદનો સભ્ય છે. કામરાન દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતિપોરા અને ત્રાલ વિસ્તારોમાં સક્રિય છે. તેની શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકી હુમલાનું કાવતરું ત્રાલના મિઠૂરા વિસ્તારમાં રચવામાં આવી. ત્રાલ લાંબા સમયથી હિઝ્બુલ મુજાહિદ્દીનનો ગઢ મનાતો હતો કે જ્યાં ગત 8 જુલાઈ, 2016ના રોજ સેનાએ બુરહાન વાનીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ જૈશ એ મોહમ્મદના એક અન્ય સ્થાનિક સક્રિય સભ્યની પણ શોધખોળ કરી રહી છે કે જેણે પુલવામા હુમલા માટે વિસ્ફોટકોની વ્યવસ્થા કરી હતી.
[yop_poll id=1466]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:05 am, Sat, 16 February 19