ગેગસ્ટર વિકાસ દુબેને માહિતી આપનાર ચોબેપુર પોલીસ મથકના ઈન્સ્પેકટર અને સ્ટેશન ઓફિસરની ધરપકડ, વિકાસ દુબેનો એક સાથીદાર એન્કાઉન્ટમાં ઠાર, બે ઝડપાયા

|

Jul 08, 2020 | 2:02 PM

ગેંગસ્ટર વિકાસ દુબેને, પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી આપનાર, અને એન્કાઉન્ટરના સમયે ભાગી જનારા ચોબેપુર પોલીસ મથકના સ્ટેશન ઓફિસર વિનય તિવારી અને ઈન્સ્પેકટર કે. કે. શર્માની પોલીસે ધરપકડ કરી છે. તો વિકાસ દુબેને ઝડપી પાડવા ઠેર ઠેર દરોડા પાડ્યા બાદ ઉતરપ્રદેશ પોલીસે વિકાસ દુબેના એક સાથીદારને ઠાર માર્યો છે. તો અન્ય બે સાથીદારોને ઝડપી […]

ગેગસ્ટર વિકાસ દુબેને માહિતી આપનાર ચોબેપુર પોલીસ મથકના ઈન્સ્પેકટર અને સ્ટેશન ઓફિસરની ધરપકડ, વિકાસ દુબેનો એક સાથીદાર એન્કાઉન્ટમાં ઠાર, બે ઝડપાયા

Follow us on

ગેંગસ્ટર વિકાસ દુબેને, પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી આપનાર, અને એન્કાઉન્ટરના સમયે ભાગી જનારા ચોબેપુર પોલીસ મથકના સ્ટેશન ઓફિસર વિનય તિવારી અને ઈન્સ્પેકટર કે. કે. શર્માની પોલીસે ધરપકડ કરી છે. તો વિકાસ દુબેને ઝડપી પાડવા ઠેર ઠેર દરોડા પાડ્યા બાદ ઉતરપ્રદેશ પોલીસે વિકાસ દુબેના એક સાથીદારને ઠાર માર્યો છે. તો અન્ય બે સાથીદારોને ઝડપી પાડીને રીમાન્ડ મેળવ્યા છે.

આઠ પોલીસની હત્યા કરનાર વિકાસ દુબેને પકડી પાડવા ઉતરપ્રદેશ પોલીસે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને શંકા છે કે, વિનય તિવારીએ જ વિકાસ દુબેને જણાવ્યું હતુ કે રાતે પોલીસ તને પકડવા આવશે. જેના આધારે વિકાસ દુબેએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. વિકાસ દુબેએ જ્યારે પોલીસ ઉપર હુમલો કર્યો ત્યારે આ બન્ને ત્યાંથી ભાગી છુટ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉતરપ્રદેશ પોલીસને, વિકાસ દુબેના સાથીદાર અમર દુબે બાતમી મળતી, પોલીસ તેને પકડવા ગઈ હતી. ત્યારે અમર દુબેએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પોલીસે બચાવમાં કરેલ ગોળીબારમાં અમર દુબે માર્યો ગયો હતો. જો કે ગેગસ્ટર અને આઠ પોલીસ કર્મીનો હત્યારો વિકાસ દુબે આજે ફરિદાબાદ પોલીસના હાથે પકડાતા રહી ગયો.

Next Article