શા માટે LPG છોડીને PNG પાછળ ઘેલા થયા છે લોકો? જાણો 6 લાખ રજીસ્ટ્રેશન પાછળનું અસલી કારણ

દેશમાં અત્યારે રસોઈ ગેસના ક્ષેત્રે મોટું પરિવર્તન આવી રહ્યું છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 5 લાખથી વધુ નવા PNG કનેક્શન કાર્યરત થયા છે અને લાખો લોકો કતારમાં છે. LPG ના સંકટ વચ્ચે PNG કેમ શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે અને તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે,

શા માટે LPG છોડીને PNG પાછળ ઘેલા થયા છે લોકો? જાણો 6 લાખ રજીસ્ટ્રેશન પાછળનું અસલી કારણ
Image Credit source: TV9 Network
| Updated on: May 03, 2026 | 9:48 PM

હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે LPG ના સપ્લાય પર અસર પડી છે. આ સ્થિતિમાં સરકાર હવે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને વધુ પ્રોત્સાહન આપી રહી છે. માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 5 લાખથી વધુ કનેક્શન એક્ટિવ થઈ ચૂક્યા છે, જ્યારે 5.68 લાખથી વધુ લોકોએ નવા કનેક્શન માટે લાઈન લગાવી છે.

આંકડા શું કહે છે?

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોકો ઝડપથી PNG તરફ વળી રહ્યા છે. માર્ચ 2026 થી અત્યાર સુધી 5 લાખથી વધુ કનેક્શન ચાલુ થયા. 5.68 લાખથી વધુ ગ્રાહકોએ નવું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 19 એપ્રિલ સુધીમાં આશરે 39,400 લોકોએ પોતાનું LPG કનેક્શન સરન્ડર કરી દીધું છે.

શા માટે PNG ને મળી રહી છે પ્રાથમિકતા?

LPG ના સપ્લાયમાં અનિશ્ચિતતા સામે PNG વધુ સુરક્ષિત અને સતત મળતો વિકલ્પ છે. સરકાર દ્વારા અત્યારે ઘરેલું વપરાશ અને ટ્રાન્સપોર્ટ (CNG) માટે ગેસ સપ્લાયને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અદાણી ટોટલ ગેસ અને ગુજરાત ગેસ જેવી કંપનીઓને પણ કનેક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના અપાઈ છે.

કેવી રીતે મેળવશો PNG કનેક્શન?

જો તમે પણ PNG કનેક્શન લેવા માંગતા હોવ, તો આ રહી તેની સરળ રીત:

  • કંપનીની ઓળખ: સૌથી પહેલા તમારા વિસ્તારમાં કઈ કંપની ગેસ સપ્લાય કરે છે તે તપાસો. ગુજરાતમાં મુખ્યત્વે ગુજરાત ગેસ અને અદાણી ટોટલ ગેસ જેવી કંપનીઓ કાર્યરત છે.
  • અરજી પ્રક્રિયા: તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. તેના માટે ઓળખ પત્ર, રહેઠાણનો પુરાવો અને મિલકતના દસ્તાવેજોની જરૂર પડશે.
  • ખર્ચ: સામાન્ય રીતે 5,000 થી 10,000 રૂપિયા સુધીની સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હોય છે, જે રિફન્ડેબલ હોય છે.
  • ઇન્સ્ટોલેશન: અરજી બાદ કંપની દ્વારા સાઇટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ 7 થી 15 દિવસમાં પાઇપલાઇન અને મીટર ફિટ કરીને કનેક્શન ચાલુ કરી દેવામાં આવે છે.

ભવિષ્યનું ઇંધણ

LPG ના બાટલાની ઝંઝટમાંથી મુક્તિ અને સતત પુરવઠાને કારણે PNG હવે દરેક ઘરની પસંદ બની રહ્યું છે. સરકારની ઝડપી મંજૂરી પ્રક્રિયાને કારણે આગામી મહિનાઓમાં આ સંખ્યામાં હજુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.

શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી છીનવી લેશે કેપ્ટન્સી? જાણો કોણ છે એ 3 ખેલાડીઓ જે રેસમાં છે સૌથી આગળ

Published On - 9:47 pm, Sun, 3 May 26

Follow Us