AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIનો વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

પીએમ મોદીએ મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyan Chand Sports University)નો શિલાન્યાસ કર્યો.

PM MODIનો વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 5:09 PM
Share

UTTAR PRADESH : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વડાપ્રધાન મોદીના મેરઠ (Meerut)પ્રવાસનો છે. પીએમ મોદીએ મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyan Chand Sports University)નો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ પોતે જિમની મજા લેતા જોવા મળ્યા હતા. આ યુનિવર્સિટી મેરઠના સરધનાનગરના સલવા અને કાલી ગામોને આવરી લેતા વિસ્તારમાં અંદાજે 700 કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે.

વડાપ્રધાનનો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ મેરઠના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ વ્યાયામશાળા (Gym)ની મુલાકાત લીધી અને પોતે જિમમાં કસરત કરવાનું શરૂ કર્યું. જીમમાં કસરત કરવા ઉપરાંત વડાપ્રધાને જીમના મશીનોનોનું અવલોકન કર્યું હતું. પીએમ મોદીએ અહીં ફિટ ઈન્ડિયા (Fit India)નું ઉદાહરણ રજૂ કર્યું. વડાપ્રધાનનો આ વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ આ વિડીયો :

વડાપ્રધાન મોદીનો વીડિયો શેર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યું છે કે, “મજબૂત, સમૃદ્ધ અને સ્વસ્થ ભારતનો પાયો આપણા પ્રતિષ્ઠિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે.” પીએમ મોદીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો : દિવ્યાંગોને વિશ્વસ્તરે કૌશલ્ય બતાવવાની તક, દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ સીઝન 2ની જોરશોરથી તૈયારીઓ  

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">