અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન

|

Jul 24, 2021 | 6:41 AM

ઉત્તરપ્રદેશના વારાણસી નજીક વર્તમાન સરનાથમાં ઋષિપટનમાં હિરણ ઉધ્યાનમાં મહાત્મા બુદ્ધ દ્વારા તેમના પ્રથમ પાંચ તપસ્વી શિષ્યોને આપેલા 'પ્રથમ ઉપદેશ'ને ધ્યાનમાં રાખીને ધમ્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અષાઢ પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસ પર ટૂંક સમયમાં વડાપ્રધાનનું દેશનાં નામે સંબોધન
PM Narendra MOdi

Follow us on

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અષાઢ પુર્ણિમા (Ashadh Purnima) અને ધમ્મ ચક્ર દિવસ (Dahmma Chakra Day 2021) એટલે કે શનિવારે સવારે દેશવાસીઓને સંબોધીને સંદેશો આપશે. પ્રધાન મંત્રીએ ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા (Guru Purnima) કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. કારણ કે તે ગુરુ વેદ વ્યાસ જ હતા કે જેમણે પ્રથમ ચારેય વેદોનું માનવજાતને જ્ઞાન આપ્યું, તેથી તેમને પ્રથમ ગુરુ માનવમાં આવે છે. તેમની જન્મ તિથી ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આવતીકાલે 24 મી જુલાઈએ સવારે 8:30 વાગ્યે હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશ શેર કરીશ.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આ વખતે ગુરુપૂર્ણિમાની પાવન તિથી 23 જુલાઈ 2021 ના ​​સવારે 10:43 થી શરૂ થઈને થી 24 જુલાઈ 2021 ના ​​સવારે 08:06 સુધી રહેશે. પરંતુ ઉદયા તિથિને કારણે 24 મી જુલાઈએ ઉજવાશે.

ઉત્તરપ્રદેશના વારાણસી નજીક વર્તમાન સરનાથમાં ઋષિપટનમાં હિરણ ઉધ્યાનમાં મહાત્મા બુદ્ધ દ્વારા તેમના પ્રથમ પાંચ તપસ્વી શિષ્યોને આપેલા ‘પ્રથમ ઉપદેશ’ને ધ્યાનમાં રાખીને ધમ્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના બૌદ્ધ લોકો દ્વારા ધમ્મ ચક્ર ફેરવવા અથવા ‘ધર્મના ચક્રને ફેરવવાનો દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસ બૌદ્ધ અને હિન્દુઓ બંને પોતપોતાના ગુરુઓને માન આપવા માટે ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવે છે.

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ/વૃષભ 24 જુલાઇ: વીમા પોલિસી અને કમિશનને લાગતાં ઘંઘામાં થશે ફાયદો, નાણાકીય બાબતોમાં રાખશો ખાસ સંભાળ

આ પણ વાંચો:  Bhakti: સુખ, સમૃદ્ધિ અને સુસ્વાસ્થ્ય અર્પશે ચાતુર્માસના આ નિયમો

 

Next Article